દૂધમાં ભેળસેળ કરનારાઓને આજીવન કેદ : સુપ્રીમ કોર્ટ

635982769649978790925639291_Glass-of-milk-2009– યૂરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ, ફોર્મેલિન, ડિટર્જેન્ટ વગેરે દૂધને જાડુ બનાવે છે

– આ દૂધ પીવાથી બાળકોના વિકાસમાં અરોધ, કિડનીને નુકશાન કરે છે

નવી દિલ્હી, તા 06 ઓગષ્ટ 2016

બાળકો, વૃધ્ધો, તથા મહિલાઓ દરેક માટે ખૂબજ જરૂરી ગણાતો આહાર દૂધમાં ભેળસેળ કરનારાઓને ટૂંકજ સમયમાં આજીવન કેદ થવાની શક્યતા છે. જો કે દૂધમાં ભેળસેળ કરવાની બાબતને ગંભીર ગુનો માનીને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, કાયદામાં બદલાવ કરીને આરોપીઓને આજીવન કેદ કરવાની જોગવાઈ કરે.

કોર્ટે આકરા શબ્દોમાં કહ્યુ છે કે, દૂધનો ઉપયોગ વધુ પ્રમાણમાં બાળકો કરે છે. તેથી સરકારે આ બાબતમાં ટૂંકજ સમયમાં વ્યાપક કાયદો લાવવો જોઈએ. આ સ્વામિ અચ્યુતાનંદ તીર્થ 2012માં દાખલ કરી હતી. આ કેસમાં સુનવણી કરતા ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુર, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ યૂયૂ લલિતની બેન્ચે આ ચૂકાદો સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે ભેળસેળ કરનારાઓને સંભાળવા માટે કેન્દ્ર અને રાજ્યોને દસ માર્ગદર્શિકા આપી છે. કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, ડેરીના માલિકો તથા સંચાલકોને જાણ કરવા પર્યાપ્ત પગલાં કે જો તેઓ દૂધમાં પેસ્ટિસાઈડ્સ, કાસ્ટિસ સોડા અને બીજા રાસાયણોનો ઉપયોગ કરશે તો કડક પગલાં લેવામાં આવશે. સ્ટેટ ફુડ સેફ્ટી ઓર્થોરીટીને તે વિસ્તારોની ઓળખ કરવી જોઈએ કે, જ્યાં ભેળસેળ થતી હોય.

40 સેકન્ડમાં કરો દૂધની ઓળખ
સરકારે એક એવી રીત તૈયાર કરી છે જેમાં માત્ર 40 સેકન્ડમાં દૂધની ઓળખ કરી શકાશે. સ્કેનરની કિંમત 10 હજાર રૂપિયા છે. સ્કેનર દ્વારા દૂધના નમૂનાનુ પરિક્ષણની કિંમત માત્ર 5 થી 10 પૈસા થશે.

યૂરિયા, સ્ટાર્ચ, ગ્લુકોઝ, ફોર્મેલિન, ડિટર્જન્ટ વગેરેથી દૂધને જાડુ બનાવામાં આવે છે. તેનાથી ફેટ પણ ઓધુ થતુ નથી અને દૂધ ખરાબ પણ થતુ નથી.

કિડનીને નુક્શાન
સિન્થેટિક દૂધમાં મેળવેલા યૂરિયાથી કિડનીને નુક્શાન થાય છે. દૂધ પીવાથી બાળકોના વિકાસમાં પણ અસર થાય છે. આ એક પ્રકારનુ સ્લો પોઈઝન છે.

2011માં એફએસએસએઆઈના અભ્યાસ 33 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 68.4 નમૂનામાં ભેળસેળ જોવા મળી હતી. આ રિપોર્ટના પોઈન્ટ જ સુપ્રીમ કોર્ટના આદેશોનો આધાર બન્યો છે.
89 ટકા નમૂના ગુજરાત માંથી ખરાબ મળ્યા,
76 ટકા નમૂના રાજસ્થાન માંથી ખરાબ મળ્યા,
70 ટકા નમૂના દિલ્હી અને હરિયાણા માં ખરાબ,
48 ટકા નમૂના મધ્ય પ્રદેશ માંથી ખરાબ મળ્યા,
100 ટકા નમૂના ધોરણો પ્રમાણે માત્ર ગોવા અને પોન્ડીચેરીથી મળ્યા હતા.

Leave A Reply