Saturday, September 21

ગાંધીનગરમાં દિવસભર રાજકીય ગરમાવો આજે વિજયભાઈની તાજપોશી

a8b6d7ff-e289-42fd-9d94-27ba985a99cd - Copyઆજે વિજયભાઈની તાજપોશી
– ગાંધીનગરમાં રહ્યો રાજકીય ગરમાવો
-મંત્રી મંડળ માટે ચાલી લાંબી ચર્ચા
-કેટલાક રાજ્યકક્ષાના મંત્રીના કપાય શકે પતા
આજે ગાંધીનગરમાં દિવસભર રાજકીય ગરમાવો રહ્યો હતો ગઈકાલે નિયુક્ત થયેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપના નેતાઓ સાથે રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો કર્યો હતો આ પછી મંત્રી સૌરભભાઈ પટેલના નિવાસ સ્થાને મંત્રી મંડળના ગઠન માટે મેરેથોન ચર્ચા પણ ચાલી હતી
રાજ્યપાલ શ્રી ઓ પી કોહલીજીએ શપથ વિધિ માટે સમય આપ્યા પછી મહાત્મા મંદિર ખાતે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી હતી બીજીબાજુ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ને જ શપથ લેવડાવવા કે પછી મંત્રી મંડળના સભ્યો પણ સાથે શપથ લ્યે તે માટે પણ વિચારણા કરવામાં આવી હતી
નવનિયુક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને દિવસભર વિવિધ ચર્ચામાં જોડાયા હતા પરંતુ મંત્રી સૌરભભાઈ પટેલના નિવાસસ્થાને ચાલેલી બેઠકમાં રૂપાણી મંત્રી મંડળમાં કોને કોને સ્થાન આપવું તેની પણ લાંબી ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને રાજ્ય કક્ષાના મંત્રીઓમાંથી કોને કાપવા અને કોને સ્થાન આપવું તેની ચર્ચા પણ કરવામાં આવી હતી
સૂત્રોનું માનીએતો મંત્રી મંડળમાંથી જેની બાદબાકી થવાની શક્યતા છે તેમાં કાંતિ ગામીત , તારાચંદ છેડા, જશભાઈ બારડ , ગોવિંદભાઇ પટેલ અને વસુબેન ત્રિવેદીનો સમાવેશ થાય છે જ્યારે નવા ચ્હેરાઓમાં જેને સ્થાન મળવાની શક્યતા છે તેમાં નીમાબેન આચાર્ય , રાજકોટ ગ્રામ્યના ભાનુબેન બાબરીયા , રણછોડભાઈ રબારી ઋષિકેશ પટેલ વગેરેનો સમાવેશ થાય છે
પ્રદીપસિંહ જાડેજાને રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટમાં સમાવી લેવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે એ ઉપરાંત શંકર ભાઈ ચૌધરીને પણ કેબિનેટમાં સ્થાન મળે તેવી ચર્ચા છે
આવતીકાલે બપોરના 12.39 મિનિટે વિજય મુર્હતમાં રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ શપથ લેવાના છે એટલું જ નહીં મંત્રી મંડળના સભ્યો પણ શપથ લેવાના હોવાથી મહાત્મા મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે આ શપથ વિધિ સમારોહમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી હજારો લોકો આવી પહોંચે તેવી શક્યતાને ધ્યાને લઇ વ્યવસ્થા કરવામાં આવી રહી છે

Leave A Reply