CM રૂપાણીએ સંસદીય સચિવોને લેવડાવ્યા શપથ

vijay-rupani-759વા મંત્રીમંડળને ખાતા ફાળવણી બાદ વિજય રૂપાણીએ 8 ધારાસભ્યોની સંસદીય સચિવ તરીકે નિમણુંક કરી છે. મળતી માહિતી પ્રમાણે 8 સંસદીય સચિવોમાં 4 નવા છે જ્યારે આંનદીબેન સરકારના 4 સંસદીય સચિવોને યથાવત રખાયા છે. આજે નવા સંસદીય સચિવોને મુખ્યમંત્રી વિજય રૂપાણી ગોપનીયતાના શપથ લેવડાવ્યા. વાસનભાઈ આહિર, બાબુભાઈ જમનાદાસ પટેલ, વિભાવરીબેન દવે, ભરતસિંહ ડાભી, જેઠાભાઈ સોલંકી, શામજીભાઈ ચૌહાણ, રણછોડભાઈ દેસાઈ, જયંતિભાઈ રાઠોડ સંસદીય સચિવ તરીકે નિમણૂક કરી છે.

ઉલ્લેખનીય છે કે, સંસદીય સચિવોને રાજ્યકક્ષાના મંત્રીની સમકક્ષ ગાડી, બંગલો, ઓફિસ વગેરે સુવિધા મળે છે, જોકે સત્તા અત્‍યંત મર્યાદિત હોય છે.

વિધાનસભાના અધ્યક્ષપદેથી ગણપત વસાવાએ રાજીનામુ આપ્યું અને તેમને મંત્રીમંડળમાં સમાવાયા છે, ત્યારે તેમના સ્થાને બનાસકાંઠાના ધારાસભ્ય અને પૂર્વમંત્રી પરબત પટેલને કાર્યકારી અધ્યક્ષ નિમવામાં આવ્યા છે. ત્યારે હવે નવા અધ્યક્ષ કોણ તેની પણ ચર્ચા ચાલી રહી છે. નવા સીએમએ વિધાનસભામાં પક્ષના મુખ્યદંડક તરીકે પંકજ દેસાઈ, નાયબ મુખ્ય દંડક તરીકે આર.સી. પટેલ અને દંડક તરીકે અજય ચોક્સીની પુન: નિયુક્તિ કરી છે.

Leave A Reply