Monday, June 17

ગેન્ગસ્ટ ને પકડવા આવેલી પૂના પોલીસ અને આરોપી વચ્ચે ફાયરીંગ

Taurus_740_G2_SLIM_Pistol_106384_i0– પોલીસે 12 રાઉન્ડ ફાયર કર્યા, જાહેર માર્ગ પર ફાયરીંગ થતાં નાસભાગ મચી

– ગેન્ગસ્ટ પૂનામાં અનેક ગુન્હામાં વોન્ટેડ હતો

વડોદરા, તા. 11 ઓગસ્ટ 2016

વડોદરાના રાજમહેલ રોડ નહેરુ ભવન પાસે બુધવારે રાતનાં 10.30 કલાકે પૂના પોલીસ અને કુખ્યાત ગેંગસ્ટર વચ્ચે જાહેર માર્ગ પર ફાયરીંગ થતાં નાસભાગ મચી હતી. બનાવને પહલે સમગ્ર શહેરનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રનાં પૂનાથી એક પોલીસ ટીમ પૂનામાં અનેક ગુન્હામાં વોન્ટેડ આરોપી ને શોધવા વડોદરા આવી પહોચી હતી. પોલીસને મોબાઇલ લોકેશનના આધારે જાણવા મળ્યું હતુ કે સાગર રાજપૂત નામનો આરોપી વડોદરામાં છુપાયેલો છે જે માહિતીનાં આધારે એક પોલીસ ઇન્સપેક્ટર અને અન્ય હથિયાર ધારી પોલીસ જવાનો વડોદરાના નહેરુ ભવન પાસે વોચમાં હતાં.

તેં દરમિયાન રાત્રિના 10.30 કલાકે આરોપી સાગર રાજપૂત ત્યાં આવી પહોંચ્યો હતો. જેથી મોકો જોઇ પોલીસે તેને પકડી પાડવા આગળ વધી હતી. પોલીસને જોઇ સતર્ક થયેલા આરોપી એ પોતાની પાસેની રિવોલ્વર લધી પોલીસ તરફ ફાયરીંગ કર્યું હતુ. પ્રથમ ફાયરીંગ બાદ રસ્તા પાર નાસભાગ મચી ગઇ હતી. આરોપી ભાગી ન જાય તે માટે પોલીસે પણ જવાબી ફાયરીંગ કર્યું હતુ.

આરોપી સાગર રાજપૂત દીવાલ કૂદીને ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ફાયરીંગમાં એક પોલીસ જેણ સહીત આરોપીને ઇજા પહોંચવા પામી હતી જ્યારે બન્ને ને અત્રે ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.

બનાવ બાદ શહેર પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ સહીત પોળૉસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાથી બિલકુલ અજાણ સ્થાનિક પોલીસે પહેલા સ્થિતી સંભાળી તપાસ શરુ કરી હતી. પૂના પોલીસ નાં સ્ટાફ દ્વારા કુખ્યાત આરોપીને પકડવા જતા પહેલા સ્થાનિક પોલીસને જાણ કરવી જોઈએ તેમ છતા સ્થાનિક પોલીસ ને આ અંગે કોઈ જાણ ન હતી. પોલીસ કમિશ્નર ઈ. રાધાક્રિશણન દ્વારા પૂના પોલીસની કામગીરી ને શંકાસ્પદ ગણાવી ઘટનાની બેદરકારી ને વખોડી હતી.

 

 

Leave A Reply