આસામમાં ઉગ્રવાદી હુમલામાં એક સિપાહીનું મોત

 

1471075986_One-cop-kill-in-Terrorists-– ભજન કરી રહેલા લોકો પર ઉગ્રવાદીઓએ કરી ગોળીબારી

ગુવાહાટી, તા. 13 ઓગષ્ટ 2016

આસામમાં કાર્બી આંગલાંગ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે મોડી રાત્રે થયેલા ઉગ્રવાદી હુમલામાં એક સિપાહીનું મોત નિપજ્યુ છે. જ્યારે બીજા સિપાહી ઇજાગ્રસ્ત થયા છે. ડીજીપી મુકેશ સહાયનું કહેવુ છે કે સુરક્ષાકર્મીઓ ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં લાગ્યા છે.

રિપોર્ટસ અનુસાર, અહીંયાના તિનસુકિયા જિલ્લાના એક ગામમાં પણ મોડી રાત્રે ઉગ્રવાદીઓએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી છે. જેમાં બે લોકોના મોત થયા છે અને અન્ય સાત લોકો ઘાયલ થયા છે. મૃતકોની ઓળખ રાજેશ શાહ અને કિશોરી શાહ તરીકે કરવામાં આવી છે.

ભજન કરી રહેલા લોકો પર ગોળીબારી કરી
આસામ પોલીસના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે કે ઉગ્રવાદીઓએ તે સમયે લોકો પર ગોળીબારી કરી જ્યારે તેઓ ભજન કરવા માટે એકઠા થયા હતા see this page. ગોળીબારી કરતા ઉગ્રવાદીઓ પાસે અત્યાધુનિક હથિયારોથી સજ્જ હતા.

પોલીસ અનુસાર, ફિલોબારી પોલીસ સ્ટેશન હેઠળ આવતા બમુંબારી ગામમાં મહેન્દ્ર શાહને ત્યાં ભજન કરવા માટે ભેગા થયા હતા. ત્યારે પાંચ-છ ઉગ્રવાદીઓએ તેમની પર હુમલો કરી દીધો હતો. આ ઘટના સાંજે લગભગ 7:30 કલાકે બની હતી.

Leave A Reply