વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશને સંબોધિત કર્યું.

1471240178_923658-01-02– પીએમ મોદીનું આ અત્યાર સુધીનું સૌથી લાંબુ સંબોધન

– 100 મિનિટના પોતાના સંબોધનમાં તમામ મુદ્દા પર વાત કરી

નવી દિલ્હી, તા. 15 ઓગષ્ટ 2016

સમગ્ર હિંદૂસ્તાન સોમવારે આઝાદીની 70મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશનો સંબોધિત કર્યું. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી લાંબુ સંબોધન હતું. પીએમએ લગભગ 100 મીનીટ સુધી સંબોધન કર્યું. આ દરમિયાન તમામ મુદ્દા પર વાત કરી.

વડાપ્રધાને ગરીબી, ખેડુત, આર્થિક, સુરક્ષાથી લઇને પાકિસ્તાન, આતંકવાદ અને માઓવાદ તમામ મુદ્દા પર પોતાના વિચાર રાખ્યાં. વડાપ્રધાને પાકિસ્તાન પર હુમલો કરતા કહ્યું કે પેશાવરમાં બાળકો પર હુમલો થાય છે તો હિંદૂસ્તાન દુખમાં સહભાગી બને છે, પરતુ તેઓ આતંકવાદી ઘટના પર ખુશ થાય છે. તેમણે કહ્યું કે ગરીબીથી મોટી કોઇ આઝાદી હોઇ શકે નહીં. પીએમે બલૂચિસ્તાન ગિલગિટ અને પીઓકેના લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો.

ભાષણ બાદ વડાપ્રધાનએ લાલ કિલ્લા પરિસરમાં હાજર બાળકો સાથે પણ મુલાકાત કરી.

આ પહેલા સોમવારે સવારે વડાપ્રધાન મોદી પોતાના આવાસ 7 રેસકોર્સથી લાલ કિલ્લા રવાના થતા પહેલા રાજઘાટ પહોંચ્યા. તેમણે ત્યાં રાષ્ટ્રપિત મહાત્મા ગંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત
આતંકવાદી હુમલાના ભયને ધ્યાનમાં રાખતા લાલ કિલ્લાની આસાપાસ સહિત સમગ્ર દિલ્હીમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લાલ કિલ્લાની આસપાસ 5 હજાર વધારે જવાનોને તૈનાત કરાવામાં આવ્યાં છે. સાથે જ 200 સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. 15 ઓગસ્ટના પ્રસંગે રાજધાનીમાં 75 હજાર સુરક્ષાકર્મચારી તૈનાત છે.

લાલ કિલ્લા પર કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત મોટી સંખ્યામાં વીવીઆઇપી પહોંચ્યા હતા. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ જશ્ન-એ-આઝાદીમાં હાજર રહ્યાં હતા.

આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, તેમના પત્ની ગુરશરણ કૌર, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ટીએસ ઠાકુર પણ લાલ કિલ્લા પર હાજર રહ્યાં.

Leave A Reply