Monday, June 24

Twitterએ આતંકનો પ્રચાર કરતા સાડા 3 લાખ એકાઉન્ટ્સ બ્લોક કર્યા

1471689178_Twitter suspends 360000 user accounts to spread terrorism and violence– ટ્વિટર મારફતે હિંસક સંદેશા ના ફેલાય તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

– આતંકવાદને પ્રોત્સાહન આપતા તમામ ટ્વિટર એકાઉન્ટ્સ બંધ કરવામાં આવી રહ્યા છે

ન્યૂયોર્ક, તા. 20 ઓગષ્ટ 2016

માઇક્રો-બ્લૉગિંગ સાઇટ Twitter એ હિંસક આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરતા છેલ્લા 6 મહીનાઓમાં 2 લાખ 35 હજાર એકાઉન્ટસ બંધ કરી દીધા છે. ગત વર્ષે પણ આતંકવાદને પ્રોત્સાહન આપતા સવા લાખ યૂઝર્સ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધા હતા. આ પ્રકારે 2015થી લઇને અત્યાર સુધીમાં ટ્વિટરે કુલ 3 લાખ 60 હજાર એકાઉન્ટ્સને આતંકવાદ સાથે સંકળાયેલી સામગ્રીને પ્રમોટ કરવાને કારણે બંધ કરી દીધા છે.

ટ્વિટરે એક સૂચના જાહેર કરીને આ એકાઉન્ટ્સને બંધ કરવાની જાણકારી આપી દીધી છે. ટ્વિટરે કહ્યુ છે કે તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે તેમના પ્લેટફોર્મ દ્વારા કોઇ પણ આતંકવાદી હિંસક સંદેશા ફેલાવી શકે નહીં. ટ્વિટરે An update on our efforts to combat violent extremism શીર્ષકવાળા બ્લૉગ પોસ્ટમાં લખ્યુ છે, ‘અમે આતંકવાદી ઘટનાઓની નિંદા કરીયે છીયે. કોઇ પણ વ્યક્તિ અમારા પ્લેટફોર્મનો ઉપયોગ હિંસા અથવા આતંકવાદના પ્રમોશન માટે કરી શકે નહીં, અને તેના માટે અમે પ્રતિબદ્ધ છીયે.’

આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્વિટરે જાણકારી આપી હતી કે 2015ના મધ્યથી લઇને તેમણે 1,25,000 એકાઉન્ટ્સને હિંસક ધમકીઓ અને આતંકવાદને પ્રોત્સાહન માટે સંકળાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે બંધ કરી દેવામાં આવ્યા હતા.

ટ્વિટરે જાણકારી આપતા કહ્યુ કે આ પ્લેટફૉર્મ પર આતંકવાદીઓ સાથે કૉન્ટેક્ટ ધરાવતા વ્યક્તિઓની ઓળખ કરીને ટ્વિટરમાં સામેલ તેમના એકાઉન્ટ્સ ત્વરિત બંધ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભવિષ્યમાં આ પ્રકારના લોકો ફરીથી ટ્વિટર સાથે ના જોડાઇ શકે તેના માટે પણ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave A Reply