7 વર્ષની બાળકીને ના તો ઊંઘ આવે છે અને ના તો ભૂખ લાગે છે

1471680226_alivia-12
– અલીવિયા ત્રણ દિવસમાં માંડ એકવાર જ સૂવે છે

– જાણો, આ વિચિત્ર બિમારી વિશે જેમાં તેને પીડાનો પણ અનુભવ થતો નથી

નવી દિલ્હી, તા. 20 ઓગષ્ટ 2016

આ બાળકી દેખાવે તો પોતાની ઉંમરના તમામ અન્ય બાળકો જેવી જ લાગે છે, પરંતુ તે એવા પ્રકારની બિમારીથી પીડિત છે, જેના કારણે ના તો તેને ભૂખ લાગે છે, ના તો તેને ઊંઘ આવે છે અને થાક પણ લાગતો નથી. ડૉક્ટર અલીવિયાને બાયૉનિક જણાવે છે, જ્યારે તેની માતા તેને મેડ ઑફ સ્ટીલનું ટાઇટલ આપી ચૂકી છે.અલી વિયાને ભૂખ નથી લાગતી, તેને ઊંઘ પણ ખૂબ ઓછી આવે છે. ત્રણ દિવસમાં માંડ એકવાર જ સૂવે છે. હકીકતમાં ડૉકટર્સ જણાવે છે કે અલીવિયાને ક્રોમોસોમ 6 ડિલીશન ડિસઑડરથી પીડિત છે. ડૉક્ટર્સનું કહેવુ છે કે સમગ્ર દુનિયામાં તે એક માત્ર એવી વ્યક્તિ છે જેમાં આ ડિસઑડરના ત્રણ લક્ષણો એક સાથે જોવા મળ્યા છે. અલીવિયાની માતાનું કહેવુ છે કે આ ડિસઑડરનો અર્થ છે કે ભયનો નાશ થઇ જવો.

અલીવિયાની માતા કહે છે કે ગાડીઓ તેના ઉપરથી પસાર થઇ અને ઘણા અંતર સુધી ગાડીમાં ઘસેડાઇ હતી. હું અને મારા બાળકો ડરી ગયા હતા, બૂમો પાડી રહ્યા હતા. પરંતુ થોડાક જ સમયમાં અલીવિયા ઉભી થઇ અને કહ્યુ, આ શું થઇ રહ્યુ છે? તેને જરા પણ પીડાનો અનુભવ થયો ન હતો.

અલીવિયાની માતા જણાવે છે કે તે નાની હતી ત્યારથી તે આ ડિસઑડરથી પીડાય છે.  તે ક્યારેય રોતી નથી. તેને ઊંઘ આવતી ન હતી અથવા ખૂબ જ ઓછા સમય માટે સૂતી હતી. તેને જમવાનું સહેજ પણ પસંદ ન હતુ. તે માત્ર મિલ્ક શેક પીતી હતી અને ખૂબ જ આગ્રહ કર્યા બાદ ચિકન નૂડલ્સ ખાઇ લેતી. એકવાર તેના પડી જવાથી તેના નિચલા હોઠ પર ખૂબ જ ગંભીર ઇજા થઇ હતી. જેના માટે સર્જરી કરવી પડી હતી. પરંતુ તેની આંખામાંથી ના તો આંસૂ નિકળ્યા અને ના તો તેણે કોઇ ફરિયાદ કરી.અલીવિયાની મમ્મી જણાવે છે કે તેની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની સાથે કંઇ પણ થઇ જાય અમને તેના વિશે કોઇ જાણકારી મળતી નથી. અલીવિયાને 4 ભાઇ-બહેન છે. અલીવિયા દવાઓ લઇ રહી છે જેની મદદથી હવે તે થોડુક જમી શકે છે અને સૂઇ શકે છે. ડૉક્ટર્સનું કહેવુ છે કે આ ડિસઑર્ડરનો કોઇ ઇલાજ સંભવ નથી પરંતુ તેના લક્ષણોથી સાવચેત થઇ શકાય છે અને પરિસ્થિતિને કંટ્રોલ કરવાના પ્રયત્નો કરી શકાય છે.

Leave A Reply