દિલ્હી પોલીસના કોન્સ્ટેબલની બહાદુરીએ 16 બાળકોના જીવ બચાવ્યા

– કોનસ્ટેબલે જીવના જોખમે અંડરપાસમાં ફસાયેલી સ્કુલ બસના વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા

– દિલ્હીમાં ભારે વરસાદના કારણે સ્કૂલ બસ અંડરપાસના પાણીમાં ફસાઇ ગઇ હતી

નવી દિલ્હી, તા. 03 સપ્ટેન્બર 2016

1472881960_downloadદિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ મુરારી લાલ સાઉથ-ઈસ્ટ દિલ્હીમાં પીસીઆરમાં તૈનાત છે. બુધવારે તેમણે બહાદુરીનુ કાર્ય કરતા 16 બાળકોના જીવ બચાવ્યા હતા. આ બાળકો એક સ્કુલ બસમાં સવાર હતા.

બુધવારે દિલ્હીમાં ધોધમાર વરસાદ થયો હતો. સમગ્ર દિલ્હીમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ, ગલીઓમાં, અંડરપાસ દરેક વિસ્તારો પાણીમાં હતા. ગાડિઓ રસ્તાઓ પર ઉભી રહી ગઈ હતી. જીંદગી જાણે બે ઘડી માટે થંભી ગઇ હોય. તેવામાં સાઉથ-ઈસ્ટ દિલ્હી પોલીસને કંટ્રોલ રૂમમાં જાણ થઈ કે પુલ પ્રહલાદપુરના અંડરપાસમાં એક સ્કુલ વાન પાણીમાં ફસાઈ ગઈ હતી અને તેમાં ઘણાય બાળકે ફસાયેલા હતા. જાણ થતા જ મુરારી લાલ ઘટના સ્થળે પહોંચ્યા. બસની બારીઓ સુધી પાણી ભરાઈ ગયા હતા. અંદર બાળકો બીકના કારણે ચીસો પાડી રહ્યા હતા.

મુરારી લાલ પાણીમાં તરીને બસ સુધી પહોંચ્યા અને બીકથી ચીસો પાડી રહેલા બાળકો અને તેમની ટીચરને સપોર્ટ કરીને પછી એક-એક કરીને 16 બાળકોને બસમાંથી બહાર કાઢીને સુરક્ષીત જગ્યા પર પહોંચાડ્યા હતા. આ રીતે બહાદુરીનુ ઉદાહરણ આપતુ કાર્ય કરીને 16 બાળકોના જીવ બચાવ્યા હતા. પોલીસે મુરારી લાલને ઈનામ આપવાની જાહેરાત કરી છે.

Leave A Reply