‘અચ્છે દિન’ ના લોલીપોપ

nitin-gadkari-for-more-use-of-inland-waterways– ભાજપના કેન્દ્રીય મંત્રીએ ઉભરો નિકાળ્યો

– ભારતના લોકો અસંતુષ્ટ જીવના છે

મુંબઈ, તા. 14 સપ્ટેમ્બર 2016

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પોતાની રેલીમાં ‘એચ્છે દિન’ નો સૌથી વદુ પ્રયોગ કરે છે, તેને જ હવે તેમના મંત્રી નિતિન ગડકરીએ ગળામાં ફસાયેલા હાડકા સમાન ગણાવી છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યુ કે, વડાપ્રધાન મોદી ‘એચ્છે દિન’ ના ફેમસ નારા લગાવે છે, તે હકીકતમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહએ આપ્યુ હતુ. પરંતુ આ સૂત્રો હવે મોદી સરકારની ગરદનનો ભાર બની ગઈ છે.

ગડકરીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે, અચ્છે દિન માનવાથી થાય છે. દિલ્હીમાં એક એનઆરઆઈ સમારંભમાં મનમોહન સિંહે કહ્યુ હતુ કે, ‘એચ્છે દિન’ આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, પૂછવામાં આવ્યુ કે, ‘એચ્છે દિન’ ક્યારે જશે, તો મનમોહન સિંહે જવાબ આપ્યો ભવિષ્યમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆ જ વાત કરી અને તે અમારી ગરદનનો ભાર બની ગઈ છે. મોદીએ ગત વર્ષની લોકસભાની ચૂંટણીમાં લગભગ પોતાની દરેક રેલીમાં ‘એચ્છે દિન’ ના સૂત્રોચ્ચાર કર્યા છે.

ગડકરીએ જણાવ્યુ કે, ‘એચ્છે દિન’ ક્યારેય આવતા નથી. ભારતએ અસંતુષ્ટ લોકોનો મહાસાગર છે. તેથી ક્યારેય કોઈને કોઈ વસ્તુમાં ઉકેલ મળતો નથી. અચ્છે દિનના સૂત્રો ગળામાં હાડકા રૂપે ભરાઈ ગયા છે. પૂર્વ સાંસદ વિજય દર્ડાએ એક સવાલના જવાબમાં દડકરીએ કહ્યુ કે, અમે માત્ર અચ્છે દિન શબ્દનો પ્રયોગ કર્યો અને તેને શાબ્દિક અર્થમાં ન લેવો જોઈએ. તેનો અર્થએ લેવો જોઈએ કે, દેશ પ્રગતિની દિશામાં છે. ગડકરીએ કહ્યુ કે, જો કોઈ વ્યક્તિની પાસે સાયકલ હોય તો તે મોટરસાયકલની આશા રાખશે, પછી જ્યારે મોટરસાયકલ ખરીદશે તો તેનુ આગળનુ લક્ષ્ય કાર હશે. તેથી કોઈને પણ તે અનુભવ નહી થાય કે, સારા દિવસો આવી ગયા છે.

Leave A Reply