સુરતમાં ગણેશ વિસર્જન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે

<a href="http://www task management system.saurashtrabhoomi.com/wp-content/uploads/2016/09/1473924071_IMG_20160915_104505.jpg”>1473924071_IMG_20160915_104505 1473924133_IMG_20160915_105804– CCTV કેમેરા રાખશે બાજ નજર, ડીએસપી સહીત ૧૩૩૦ પોલીસકર્મીઓ તૈનાત

– 50 હજારથી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાશે

સુરત, તા. 15 સપ્ટેમ્બર 2016

ગણેશ વિસર્જનનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ અંગે તંત્રએ પણ પુરતો સાથ સહકાર આપીને ગણેશજીની વિદાય માટે તમામ બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરતના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ બંદોબસ્ત સહિતની તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

નવસારી જિલ્લામાં એક ડિએસપી સહિત 1330 પોલીસકર્મીઓને ગણેશવિસર્જન દરમિયાન શાંતી અને સલામતી માટે સાબદા કરાયા છે.

ગણેશ ચતુર્થીથી શરૃ થયેલા ગણેશોત્સવની વિવિધ ગણેશ મંડળો ભકતો ધ્વારા શ્રધ્ધા ભકિતભાવ સાથે દસ દિવસ અત્યાધુનિક લાઇટીંગ ડેકોરેશન સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવસારી, વિજલપોર, જલાલપોર, મરોલી, બીલીમોરા, ગણદેવી, અમલસાડ, ચીખલી, ખેરગામ, અને વાંસદામાં નાની – મોટી ૫૦ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓની સ્થાપાઈ હતી આખા સુરતમાં આજે વિસર્જન કરવામાં આવી રહ્યુ છે.

ગણેશોત્સવનાં પ્રારંભે ત્રણ ચાર  દિવસ વરસાદ વિઘ્નરૂપ બન્યો હતો પરંતુ એ  બાદ આ ઓચ્છવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ભક્તો આજે બાપાને વિદાય આપશે. ગણેશ વિસર્જનની તૈયારીમાં જોતરાયા છે. જિલ્લામાં ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સંપન્ન બનાવવા માટે એક ડીએસપી સહીત કુલ ૧૩૩૦ જેટલાં પોલીસ કર્મચારી અધિકારીઓને ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો છે. કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સાબદુ થઈને સીસીટીવી કેમારા હેઠળ મોનીટરીંગ ગોઠવાયુ છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
એક ડીવાયએસપી, ૮ પોલીસ ઇન્સ્પેકટરો, ૨૧ પીએસઆઇ તથા ૪૦૦ આસીસ્ટન્ટ સબપોલીસ ઇન્સપેકટર, હેડકોન્સ્ટેબલ અને કોન્સટેબલ અને ૮૦૦ હોમગાર્ડ જવાનો તથા એક એસઆરપી પોલીસ જવાનોની ટીમનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
તીસરી આંખ દ્વારા મોનિટરીંગ
ગણેશ વિસર્જન દરમ્યાન કોઇ શંકાસ્પદ વસ્તુ કે હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અને ગણેશવિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન બને તે માટે જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા ધ્વારા વોચ રાખવામાં આવશે. તેમજ ગણેશ વિસર્જન યાત્રાના રૃટો પર ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Leave A Reply