મારી સરકાર ગરીબોને સમર્પિત છેઃ મોદી

IMG_8033
IMG_8047

આદિવાસીના ગેટ-અપમાં મોદી

– આદિવાસીઓને સબકા સાથ સબકા વિકાસનો મંત્ર

દાહોદ, તા. 17 સપ્ટેમ્બર 2016
“જેસા દેશ વેસા વેશ” મોદીએ પોતાના જીવનમાં આ ઉક્તિને સાથર્ક કરી છે. આજે દાહોદમાં લીમખેડા ખાતે ભાષણ આપતી વખતે તેમણે આદીવાસીઓનો વેશ ધારણ કર્યો હતો. હાથે કડલા અને પહેરણ પહેરીને ગુજરાતીમાં ભાષણ આપ્યુ હતુ.  ગુજરાતીમાં જ ભાષણ આપીને ગુજરાતીઓને પોતીકાપણાનો અહેસાસ કરાવ્યુ હતુ.
ગુજરાતમાં દાહોદના લીમખેડા ખાતે સિંચાઈ યોજના અને વનબંધુયોજનાનું લોકાર્પણ કરી ખાદ્યમૂર્હત કર્યુ હતુ.
સ્કુટર ઉપર ફરવાના અને લોકોને ઘેર ચા-પાણી કરવાથી લઈને રાતના એકલા ફરવાની વાત કરી હતી. દાહોદના વિકાસની તકો સમજાવીને મારી સરકાર ગરીબોને સમર્પિત છે કહીને દાહોદની ફુલોની ખેતી, આદુ અને મકાઈની ખેતીને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી.
દાહોદના આદિવાસી પટ્ટામાં સિંચાઈનું પાણી પહોંચાડાયુ હોવાનું કહીને આવાનારા દિવસોમાં આ પાણી સોનું બની ઉગી નીકળવાની વાત કરીને સોલાર ઉપકરણોની પણ વાત કહી છે. સિચાઈની પણ નવી નવી પધ્ધતિઓ બતાવીને ભવિષ્યમાં આ લાભ આદિવાસીઓને મળશે એવી વકી કરી હતી. દૂધ અને મધઉછેરની શક્યાતો અને આદીવાસી ખેડૂતોને એ લાભ મળે તેવી પણ વાત કરી રહ્યા હતા.
વનબંધુ યોજનાનો ઉલ્લેખ કરીને આદિવાસી ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહન આપ્યુ હતુ. આદિવાસી મહિલાઓ જમીનની માલિક
આદિવાસીઓને સોંપાયેલ જમીન મહિલાઓને નામે અપાઈ છે. એમની પાછળ પતિનું નામ લખાશે.

 

Leave A Reply