અમેરિકી સંસદમાં પાક.ને આતંકવાદી દેશ જાહેર કરવાની માંગ- આતંકિસ્તાન જાહેર કરો

300x250-pak12વોશિગંટન ડીસી, તા. 21 સપ્ટેમ્બર 2016
બે અમેરીકી જનપ્રતિનિધિઓએ પાક.ને આતંકવાદી દેશ જાહેર કરવા માટેના જરૂરી કારણો અને દસ્તાવેજો રજૂ કર્યા છે. યુએસ કોંગ્રેસમાં આ અંગેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. યુએન જનરલ અસેમ્બલીમાં પીએમ નવાઝ શરીફ કોઈ ભાષણ આપે કે કાશ્મીરનો મુદ્દો ઉઠાવે એ પહેલાજ આ રીતની માંગણી પાક. માટે નીચાજોણુ છે.
નવાઝ શરીફ યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવાના છે. એચઆર 6069 અથવા ધ પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ ડેજિગનેશન એક્ટ નામથી સંસદમાં બીલ પાસ કરીને ચાર મહિનામાં અમેરિકા આ મામલે કોઈક તો તારણ પર આવશે જ. અમેરિકી રાષ્ટ્રપતિએ 90 દિવસની અંદર આ અંગેનો રિપોર્ટ જાહેર કરવો પડશે. જેમાં પાકે આંતરાષ્ટ્રીય આતંક વાદને પ્રોત્સાહન આપ્યુ છે તે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
આ રિપોર્ટના ત્રીસ દિવસ પછી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એક ફોલોઅપ રિપોર્ટ રજૂ કરશે. જેનાંથી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ હોવાનો સિક્કો વાગી જશે. જો આ પ્રક્રિયા નહી કરવામાં આવે તો એ માટેના કારણો રજૂ કરવા પડશે. અને કાનૂની ગુંચવાડાઓ અંગે પણ ખુલાસો આપવો પડશે.
આ બીલ ટેક્સાસ શહેરના કોંગ્રેસમેન ટેડ અને કેલિફોર્નિયાના ડેના રોઅરબાકરે રજૂ કર્યુ છે. ટેડ ટેરરિઝમ માટે બનેલી હાઉસ સબ કમિટિના ચેરમેન છે અને ડેના બલૂચ આંદોલનની સમર્થક છે. આ બીલની જાહેરત સાથે જ ટેડે મંગળવારે નિવેદન આપ્યુ હતુ કે, પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી તે વર્ષોથી અમેરિકાના દુશ્મનોને મદદ કરે છે. ઓસામાને આશરો આપ્યો હતો અને હત્તાની નેટવર્ક સાથે પણ તે સારા સંબધો જાળવી રહયુ છે. પાકિસ્તાનને સહાયતા કરવાનું બંધ કરવું જોઈએ અને એની બેવળી નીતી અને આતંકવાદીઓને શરણા આપવાના ધરાધોરણને લીધે તેને આતંકવાદને પ્રોત્સાહન આપનારા રાષ્ટ્ર તરીકે જાહેર કરવું જોઈએ

Leave A Reply