‘પદ્માવતી’ફિલ્મના વિરોધમાં ઉતર્યો હાર્દિક પટેલ

– હાર્દિકે પત્ર લખીને ફિલ્મના ડાયરેક્ટર સંજયા લીલા ભંસાણીને ચેતવણી આપી

– રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાએ પણ ફિલ્મનો વિરોધ કર્યો

ઉદયપુર, તા. 22 સપ્ટેમ્બર 2016

સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘પદ્માવતી’નું શૂટિંગ હજુ  શરૂ પણ નથી થયુ ત્યાં તેનો વિરોધ શરૂ થઇ ગયો છે. રાજસ્થાનના રાજપૂત પરિવાર પર બની રહેલી આ ફિલ્મમાં બૉલિવુડના હેન્ડસમ હંક શાહિદ કપૂર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુખ્ય રોલમાં જોવા મળશે.

સંજય લીલા ભંસાલીની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ચિત્તોડના રાજા રતનસેનની પત્ની રાણી પદ્મિની (પદ્માવતી)નું પાત્ર ભજવી રહી છે. ફિલ્મમાં દીપિકાના પતિના પાત્રમાં શાહિદ કપૂર જોવા મળશે ત્યારે રણવીર સિંહને અલાઉદ્દીન ખિલજીના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યા છે. આ ફિલ્મનો વિરોધ ગુજરાતમાં હાર્દિક પટેલનું નેતૃત્વ ધરાવતી પાટીદાર નવનિર્માણ સેના કરી રહી છે. રાજસ્થાનમાં રાજપૂત કરણી સેના પણ આ ફિલ્મના વિરોધમાં ઉભા છે.

હાર્દિક પટેલે ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીને પત્ર લખીને ચેતવણી આપી છે કે ફિલ્મમાં મનોરંજન માટે ઇતિહાસને અયોગ્ય રીતે દર્શાવવાનું કોઇ પણ પરિસ્થિતિમાં સાંખી લેશુ નહીં. હાર્દિક પટેલે કહ્યુ કે જ્યાં સુધી ભંસાલી લેખિતમાં આશ્વાસન ના આપે ત્યાં સુધી આ ફિલ્મની શૂટિંગ ગુજરાતમાં કરવા દેશે નહીં. રાજસ્થાનમાં પણ રાજપૂત કરણી સમાજ ફિલ્મની શૂટિંગ ના કરવા દેવાના પોતાના નિર્ણય પર અડગ છે.

કરણી સેના આ મુદ્દા પર હાર્દિક પટેલ સાથે વાત કરી ચૂકી છે. હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યુ છે કે ફિલ્મમાં ઐતિહાસિક હકિકતોને તોડીમરોડીને રિલીઝ કરવામાં આવે છે તો કરોડો લોકોની લાગણીઓ દુભાય છે, જેના કારણે કાયદાકીય વ્યવસ્થાની સમસ્યા સર્જાય છે. હાર્દિકે કહ્યુ કે રાણી પદ્માવતીનું નામ રાજસ્થાનના ઇતિહાસમાં ખૂબ જ સન્માનથી લેવામાં આવે છે. પદ્માવતીએ અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડગઢ પર હુમલો કર્યો તે દરમિયાન ચિત્તોડના આત્મસન્માન માટે 1600 અન્ય રાણીઓ સાથે સળગતા કૂંડમાં કૂદીને પોતાની જાન આપી દીધી હતી.

હાર્દિક અનુસાર તેમણે રાજપૂત કરણી સેનાના સભ્યોને જણાવ્યુ કે ભંસાલીને ફિલ્મને ઇતિહાસ વિશે પૂરી માહિતી નથી, એવામાં રાણી પદ્મિનીની છબિને નુકશાન પહોંચે તેવી આશંકા છે. હાર્દિકે જણાવ્યુ કે તેમણે ભંસાલીને ફિલ્મનું પ્રોડ્ક્શન બંધ કરીને રાજપૂત નેતાઓ સાથે વાત કરવા માટે કહ્યુ છે. હાર્દિક અનુસાર કોઈ ફિલ્મકારે મનોરંજન માટે ઇતિહાસને નુકસાન પહોંચાડવાનો અધિકાર નથી. હાર્દિકે કહ્યુ કે તેઓ છેલ્લા કેટલાય સમયથી મેવાડમાં રહેવાને કારણે તે ત્યાંના લોકોની ભાવના સારી રીતે જાણી ગયા છે.

જણાવી દઇએ કે આ ફિલ્મની શૂટિંગ પહેલા ચિત્તોડગઢના ઐતિહાસિક કિલ્લામાં કરવાની હતી, પરંતુ કરણી સેનાના વિરોધના કારણે ફિલ્મ માટે કિલ્લાનું સેટઅપ મુંબઇમાં જ કરવામાં આવ્યુ છે. રાજપૂત કરણી સેનાના પ્રભારી ભૂપેન્દ્ર સિંહ રાઠોડનું કહેવુ છે કે ભંસાલી આ ફિલ્મમાં રાણી પદ્મિનીને અલાઉદ્દીન ખિલજીની પ્રેમિકાના રૂપમાં દર્શાવવામાં આવી રહી છે જે મેવાડના ઇતિહાસને ખંડિત કરવા બરાબર છે.

આ પહેલા સંજય લીલા ભંસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીને પણ ઐતિહાસિક તથ્યોને તોડીમરોડીને રજૂ કરવાના આરોપ સાથે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.1474531018_deepika-padukone-ranveer-si

Leave A Reply