એનઆઈએની રડાર પરથી આતંકવાદીઓએ સીમકાર્ડ ખરીધ્યુ

300x250-army_650_120514093125– જાણીતા વ્યક્તિની કરતૂત : NIA

– મોબાઈલ, એસેસરીઝ, તથા આર્મીની વર્ધી રાખનારી દુકાનોની તપાસ થશે

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર 2016

ઉરીમાં સેનાના હેડક્વાટર પર થયેલા હુમલા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, આ હુમલા પાછળ કોઈ જાણીતા વ્યક્તિનો હાથ હોય. સેનાને શંકા છે કે, 12 ઈન્ફેટ્રી બ્રિગેડ મુખ્ય કાર્યાલય પર થયેલા હુમલા પાછળ આતંકીઓની કોઈ એવી વ્યક્તિએ મદદ કરી છે, જેને કેમ્પની અંદરની પણ પુરી જાણકારી હોય. જાણવામાં આવી રહ્યુ છે કે, આતંકવાદીઓને ખબર હતી કે, કેમ્પની અંદર બ્રિગેડ કમાન્ડરની ઓફિસ અને કાર્યાલય ક્યાં હતુ.

બીજી તરફ એનઆઈએને શંકા છે કે, લોકલ રિટેલરે જ આતંકવાદીઓને સીમ કાર્ડ વેચ્યા હતા. ત્યારબાદ 11 દુકાનદાકો સહિત એક મોબાઈલ ફોન રિટેલર શંકાની જાળમાં આવી ગયા છે. એનઆઈએનુ માનવુ છે કે, કેમ્પની અંદર દુકાનો સાંજે 6.30એ બંધ થઈ જાય છે. તે ઉપરાંત એક દુકાન રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રહી હતી. તેની સાથે તે દુકાનદારોની પણ પૂછપરછ કરવામાં આવશે જે સેનાની વર્ધી રાખે છે. તેમજ મોબાઈલની એસેસરીઝ રાખનાર દુકાનદારોની પૂછપરછ પણ કરવામાં આવશે.

એક અંગ્રેજી અખબારે લખ્યુ છે કે, આતંકવાદીઓએ પહેલા એલઓસી પર લાગેલી વાડને પાર કરી, ત્યારબાદ હેડક્વાટર પર લાગેલી વાડને પાર કરી. ત્યારબાદ સુરક્ષાદળના પિકેટ અને ચેકપોસ્ટને પાર કરી. સૂત્રોએ જણાવ્યુ કે, બ્રિગેડ હેડક્વાટર પર અંદર જવુ ખૂબજ મુશ્કેલ છે. તે એક કિલ્લા જેવુ છે, તેની ચારે તરફ કડક બંદોબસ્ત હોય છે. તેવામાં કોઈ પ્રકારની ઓળખ વગર અંદર જવુ સરળ નથી. તપાસમાં કુલી અને પ્રાદેશિક આર્મીના જવાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે.

Leave A Reply