વાંકાનેરના યુવકે મુંડન કરાવીને અનોખી રીતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી

વાંકાનેર, તા. 23 સપ્ટેમ્બર 2016

જમ્મુ-કાશ્મિરના ઉરીમાં શહીદી વહોરનાર જવાનોને દેશભરમાંથી શ્રધ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેરના તરૂણે અનોખી રીતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. શહીદ જવાનના પુત્રના મુંડનવાળી તસવીર જોઇ તરૂણને પણ વિચાર આવ્યો કે, હું પણ મુંડન કરી જવાનોને શ્રધ્ધાંજલિ આપું.

ધો.10માં અભ્યાસ કરે છે તરૂણ
સમગ્ર ભારતમાં વીર સપૂતોના બલિદાન માટે અનેક કાર્યક્રમો યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે મૂળ બનાસકાંઠાના વતની સુરેશભાઇ પ્રજાપતિ છેલ્લા 16 વર્ષથી વાંકાનેરમાં રહે છે. તેના પુત્ર યશે મુંડન કરાવી શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પી છે. યશ વાંકાનેરની ખાનગી શાળામાં ધો.10માં અભ્યાસ કરી રહ્યો છે.

શું કહ્યું મુંડન કરાવનાર યશે?
યશે જણાવ્યું હતું કે, આપણા વીર બહાદુર જવાનો હોય તો આપણી પણ ફરજ છે કે તેને છાજે તેવી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. ‘એક અખબારમાં મેં શહીદી વહોરનાર જવાનના પુત્રની મુંડન કરેલી તસવીર જોઇ. બાદમાં મનમાં વિચાર આવ્યો અને મેં પણ મુંડન કરાવ્યું. જે વ્યક્તિ મને ઓળખતો પણ નથી તે વ્યક્તિ મારા માટે તેના પ્રાણ આપ્યા તો હું મારા વાળ કેમ ન આપી શકું!’1474631390_wankaner teenage uniquely pay tribute to martyrs

Leave A Reply