ભારતીયો પર વિવાદિત ટ્વિટ કરવાનુ પાક. અભિનેતાને ભારે પડ્યુ

300x250-marcanwar-kChE--621x414@Liv– લંડનના ટીવી શો માંથી પાક. અભિનેતાને તગેડી મૂક્યો

લંડન, તા. 26 સપ્ટેમ્બર 2016

પાકિસ્તાનમાં જન્મેલા ટીવી એક્ટરને ભારતીયોની વિરુધ્ધમાં જાતીય અને વિવાદિત ટિપ્પણી કરવાનુ ભારે પડી ગયુ. તેમની કોમેન્ટ્સના કારણે લંડનના લોકપ્રિય બ્રિટિશ ટીવી શો માંથી તેમને તગેડી દેવામાં આવ્યા.

45 વર્ષીય માર્ક અનવર લંડનના જાણીતા બ્રિટિશ ટીવી શો ‘કોરોનેશન સ્ટ્રીટ’ ટીમના સભ્ય હતા. તેમને 2014માં શો પહેલા મુસ્લીમ પરિવારની રીતે સામેલ કરવામાં આવ્યા હતા.

તેમણે જે રીતે ઉરી હુમલા અને કાશ્મીરની પરિસ્થિતિને લઈને ભારતીયોની વિરુધ્ધમાં ટ્વિટ કર્યુ તેથી તેને મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમને દુનિયાના સૌથી લાંબા સમયથી ચાલી રહેલા ટીવી શો માંથી કાઢી દેવામાં આવ્યા છે.

એક સમાચાર પત્રએ અભિનેતા અનવરના ટ્વિટસના સ્ક્રીન શોર્ટ બધાની સાથે શેર કર્યા, જે તેમણે પોતાના અંગત ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરી હતી.

આ ટ્વિટમાં અભિનેતાએ પાકિસ્તાની એક્ટર્સના સંબોધતા જણાવ્યુ કે, તેમને ભારતમાં એક્ટીંગ કરવા માટે જવુ ન જોઈએ. તેમણે સવાલ ઉઠાવતા કહ્યુ કે, તમને પૈસાથી એટલો પ્રેમ છે કે, તમે ત્યાં જઈને એક્ટીંગ કરો છો.

તેમણે વધુમાં જણાવ્યુ કે, ભારતીયો આપણા કાશ્મીરી ભાઈઓ અને બહેનોને મારી રહ્યા છે. તેમણે પોતાની કમેન્ટસમાં ભારતીય લોકો માટે અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો છે.

તેમની કમ્નટસને લઈને આઆટીવીએ ટીકા વ્યક્ત કરી છે. આઈટીવીની મહિલા પ્રવક્તાએ જણાવ્યુ કે, અમે માર્ક આનવરની કમેન્ટસથી હેરાન છીએ. તેઓએ એક્ટર્સની કમેન્ટસને અસ્વીકાર્ય ગણાવતા તેમને ટીવી શો માંથી તરત નિકાળી દેવામાં આવ્યા છે.

Leave A Reply