આજે ઇસરો એક સાથે આઠ ઉપગ્રહ અવકાશમાં તરતા મૂક્યા


1474871444_In ISROs Longest Mission PSLV Rocket Launched With 8 Satellites– ઇસરોની વધુ એક સફળતા

– ભારતનાં ત્રણ અને વિદેશના પાંચ ઉપગ્રહનો સમાવેશ

નવી દિલ્હી, તા. ૨6 સપ્ટેમ્બર 2016
ઇસરોએ આજે અંતરીક્ષમાં પીએસએલવી-સી૩૫ દ્વારા એક સાથે આઠ સેટેલાઇટ છોડી અનોખી સિધ્ધિ હાંસલ કરી છે.  આ સેટેલાઇટ્સમાં ભારત અને અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે. હવામાન અને સમુદ્રની માહિતી મેળવવી હવે સરળ થશે.
 જ્યારે અન્ય પાંચ દેશોના સેટેલાઇટનો પણ સમાવેશ કરાયો છે. ઇસરોના એક વરીષ્ઠ અધીકારીએ જણાવ્યું હતું કે હવામાન અને સમુદ્ર અંગેની માહિતી આ સેટેલાઇટ દ્વારા મળતી રહેશે.
સવારે ૯.૧૨ કલાકે શ્રીહરીકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટર (એસએચએઆર) પરથી પીએસએલવી-સી૩૫ લોંચ કરવામાં આવ્યો હતો.  આ વાહન ભારતની હવામાન માટેની સેટેલાઇટ એસસીએટીએસએટી-૧ અને અન્ય સાત સેટેલાઇટ્સને પણ સાથે લઈ જવામાં આવ્યા છે. ત્રણ અલ્જીરીયાના ઉપગ્રહો અને એક એક અમેરિકા અને કેનેડાના પણ ઉપગ્રહો ઈસરો દ્વારા તરતા મૂકાયા છે.
એસસીએટીએસએટી-૧ને પહેલા ૭૩૦ કિલોમીટર વાળા પોલાર સનસિન્ક્રોનસ ઓર્બિટમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતુ. જ્યારે બાકીની સેટેલાઇટ્સ બે કલાક બાદ ૬૮૯ કિલોમીટર વાળા એક નીચલી કક્ષામાં સ્થાપિત કરાયા હતાં.  ઇસરોના અધિકારીએ જણાવ્યું કે કુલ ૬૭૫ કિલોગ્રામ વજન સાથે આ વાહન ઉડયન ભરી હતી.

Leave A Reply