Sunday, April 21

ભારતીય લશ્કરનું સીમાપાર સર્જીકલ ઓપરેશન -અનેક આતંકીઓનો ખાત્મો

Want create site? Find Free WordPress Themes and plugins.

Captureઉરી હુમલાનો બદલો પાક આતંકીઓ સામે એલાને જંગ- આંતકવાદી કેમ્પો ઉપર ભારતીય સૈન્ય ત્રાટકયું ઃ અનેક આંતકવાદી ઠાર- ગત રાત્રીનાં સરહદ ઉપર ભારતીય સૈન્ય
દ્વારા ઠેર-ઠેર સર્જીકલ એટેક-ભારે નુકશાન સાથે આંતકવાદીઓનો ખાત્મો કર્યો હોવાનું
લેફ. જનરલ રણવીરસિંગનું સત્તાવાર નિવેદન

નવી દિલ્હી તા.ર૯
સમગ્ર ભારત દેશ અને દુનિયાની જયાં મીટ મંડાયેલી હતી તેવા ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉરી આંતકવાદી હુમલા બાદ અત્યંત તનાવભરી સ્થતિનું સર્જન થયું હતું અને ગમે ત્યારે યુધ્ધ શરૂ થાય તેવાં વાતાવરણ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે આખરે ભારતીય લશ્કરે પોતાનો મિજાજ બતાવી અને સરહદ ઉપર રહેલાં ઘુસણખોરીની ફીરાકમાં રહેલા આતંકીઓ અને આંતકવાદી કેમ્પોને નિશાન બનાવી સર્જીકલ એટેક કરતાં આંતકવાદીઓને ભારે નુકશાન પહોંચ્યું છે એટલું જ નહીં અનેક આંતકવાદીઓને ઠાર મરાયા હોવાનાં અહેવાલો મળી રહ્યાં છે.
ઉરી અને પુંચ સરહદ ઉપર તાજેતરમાં જ આંતકવાદીઓએ હુમલો કરી ૧૮ જેટલાં જવાનો શહીદ થવાની ઘટનાએ સમગ્ર દેશને હલબલાવી મુકયા હતા અને દેશમાં ચોમેરથી પાકિસ્તાન સામે ભારત દ્વારા લડાઈ શરૂ કરવા તેમજ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાં લોક રોષ જાવા મળ્યો હતો. તો બીજી તરફ ઉરી હુમલાની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક અસરથી કેબિનેટની બોલાવી હતી અને મહત્વની ચર્ચા-વિચારણા બાદ જવાબી કાર્યવાહી કરવાનાં પરિણામ ઉપર આવ્યાં હતા આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈન્યનાં ત્રણે પાખનાં વડાઓ સાથે પણ બેઠક યોજી હતી અને આતંકીઓ સામે પગલા લેવા ભારતીય લશ્કરે ફ્રી હેન્ડ પગલા લેવા જણાવ્યું હતું અને બીજી તરફ સિંધુ જળ સંધિ કરાર રદ કરવાનો પણ ભારતે નિર્ણય લીધો હતો. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનની નાપાક હરકતોથી નારાજ થઈ અને પાકિસ્તાન ખાતે નવેમ્બર માસમાં યોજાનારી શિખર પરિષદનો પણ બહિષ્કાર કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ ગઈકાલે રાત્રીનાં ભારતીય સૈન્યએ સર્જીકલ એટેક આંતકવાદીઓ ઉપર કર્યો હતો અને એલઓસી ઉપર બુધવારે રાત્રીએ થયેલા ફાયરિંગમાં પાકિસ્તાનનાં બે જવાન મૃત્યું પામ્યાં છે.  દરમ્યાન જમ્મુ કાશ્મીરમાં એલઓસી ઉપર વધી રહેલાં તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટ કમિટી ઓન સિકયુરિટીની બેઠક યોજી હતી. આ બેઠક બાદ ભારતીય સેનાનાં લેફટન્ટ રણવીરસિંગે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જેમાં સતાવાર રીતે નિવેદન આપતાં જણાવ્યું હતું કે ભારતીય સૈન્યએ આંતકવાદીનાં લોન્ચપેડ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરીને અનેક આંતકવાદીઓને મારી નાંખ્યા હોવાનો ધડાકો કર્યો હતો. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા સતત ભારતમાં આંતકીઓની ઘુસણખોરીનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોર્ડર ઉપર ર૦થી વધારે વખત સિઝ ફાયરનું ઉલ્લંઘન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સેનાએ સીમા ઉપરથી થઈ રહેલી ઘુસણખોરીને નિષ્ફળ બનાવી છે ગઈકાલે આંતકી હુમલામાં અમોને પાકિસ્તાની હથિયાર અને મોર્ટાર પણ મળી આવ્યાં છે. ઘુસણખોરી કરતાં આંતકીઓની ધરપકડ કરી છે અને તેમની પુછપરછ કરવામાં આવતાં તેઓએ પાકિસ્તાનમાં હુમલાનું શિક્ષણ અને હથિયાર આપવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
આંતકવાદીઓનો હેતુ ભારતનાં વિવિધ વિસ્તારોને નિશાન બનાવવાનાં હતાં તેમ જણાવ્યું હતું.
દરમ્યાનમાં ભારતીય સૈન્ય દ્વારા સર્જીકલ એટેક કરવામાં આવ્યો તે અંગે વિશ્વનાં દેશો અમેરીકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા સહિતનાં દેશોને વિશ્વાસમાં લઈને લશ્કરી કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ લશ્કરી કાર્યવાહીની સંપૂર્ણ માહિતી ભારતનાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ આપવામાં આવી હતી.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

9 + 1 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud