Monday, May 20

RBIએ ગુજરાતની 241 કરન્સીચેસ્ટને 20થી 1000 કરોડની નવી નોટ્સ મોકલી

1478717636_aa1500 અને 2000ની નવી ચલણી નોટ્સ ગુજરાતના ખૂણેખૂણે પહોંચી ગઈ

– દરેક ખાતેદારને રૃ.4000ના મૂલ્ય સુધીની ચલણી નોટ્સ બેન્કો બદલી આપશે રૃ. 100ની અને 50ની ચલણી નોટ્સની

અમદાવાદ,બુધવાર તા.૯ નવેમ્બર ૨૦૧૬

રૃા. ૫૦૦ અને રૃા. ૧૦૦૦ની ચલણી નોટ્સને ચલણમાંથી પાછી ખેંચી લેવાની પૂર્વ તૈયારીના ભાગરૃપે ગુજરાતની તમામ ૨૪૧ કરન્સી ચેસ્ટમાં રૃા. ૫૦૦ અને રૃા. ૨૦૦૦ના મૂલ્યની નવી ચલણી નોટ્સ પહોંચાડી દેવામાં આવી છે. આ કરન્સી ચેસ્ટમાંથી બૅન્કની દરેક બ્રાન્ચમાં નવી ચલણી નોટ્સ પહોંચી જશે. દરેક કરન્સી ચેસ્ટને તેની જરૃરિયાત પ્રમાણે મિનિમમ રૃા. ૨૦ કરોડથી માંડીને રૃા. ૧૦૦ કરોડ સુધીની નવી ચલણી નોટ્સ પહોંચાડી દેવામાં આવી હોવાનું રિઝર્વ બૅન્કના જાણકાર સૂત્રોનું કહેવું છે.

બીજી તરફ બૅન્કોને ૧૦મી નવેમ્બરથી તેનું નોર્મલ બૅન્કિંગ ચાલુ કરી દેવાની અને દરેક ખાતેદારને રૃા. ૪૦૦૦ના મૂલ્ય સુધીની જૂની ચલણી નોટ્સ બદલીન તેને સ્થાને રૃા. ૫૦, ૧૦૦ કે નવી રૃા. ૫૦૦ની અથવા તો રૃા. ૨૦૦૦ના મૂલ્યની નવી ચલણી નોટ્સ આપવાની રહેશે.

આ કામને દરેક બૅન્કોએ અગ્રક્રમ આપવાનો રહેશે. આ માટે બૅન્કોએ વધારાના કાઉન્ટર પણ ચાલુ કરવા પડશે. આ માટે બૅન્કો નિવૃત્ત કર્મચારીઓની સેવા પણ લઈ શકશે. ૩૦મી ડિસેમ્બર સુધી દરેક બૅન્કોએ આ ચલણી નોટ્સ બદલી આપવાની રહેશે. જોકે રૃા. ૪૦૦૦થી વધુ રકમની ચલણી નોટ્સ બદલીને આપી શકાશે નહિ.

રિઝર્વ બૅન્ક સિવાય પણ કેટલાક કેન્દ્રો પર આ સુવિધા ઊભી કરવામાં આવશે. રૃા. ૪૦૦૦થી વધુ ચલણી નોટ્સ બદલી આપવી કે નહિ તે અંગે નવેસરથી ૧૫ દિવસ બાદ નિર્ણય લેવામાં આવશે. બિઝનેસ કોરોસ્પોન્ડન્સને પણ યોગ્ય રિક્વિઝિશન સ્લિપ ભરાવડાવીને અથવા તો માન્ય ઓળખના પુરાવાઓ લઈને ખાતેદારને રૃા. ૪૦૦૦ના મૂલ્ય સુધીની જૂની ચલણી નોટ્સ બદલી આપવાની સત્તા આપવામાં આવશે. આ માટે બૅન્કો બિઝનેસ કોરોસ્પોન્ડન્સ પાસેની રોકડની રકમમાં વધારો કરી આપવાના પગલાં લેવાના રહેશે. જાહેર ક્ષેત્રની બૅન્કો, વિદેશી બૅન્કો, રિજ્યોનલ રૃરલ બૅન્ક્સ, અર્બન કોઓપરેટીવ બૅન્ક્સ અને સ્ટેટ કોઓપરેટીવ બૅન્કમાંથી ૩૦મી ડિસેમ્બર સુધીમાં વટાવી શકાશે.

જૂની રૃા. ૫૦૦ ને રૃા.૧૦૦૦ની ચલણી નોટ્સ બદલી આપનારી બૅન્કોએ તે દરેક નોટ્સને રોજ સાંજે ક્લોઝિંગ અવર્સ પછી રિઝર્વ બૅન્કને જૂની ચલણી નોટ્સની વિગતો મોકલી આપવાની રહેશે. ૩૦મી ડિસેમ્બર સુધી રોજ રોજ બૅન્કોએ તેનું રિપોર્ટિંગ કરવાનું રહેશે. એટીએમમાંથી રોજના રૃા. ૨૦૦૦નો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. ૧૯મી નવેમ્બર પછી આ મર્યાદા વધારીને રૃા. ૪૦૦૦ની કરી દેવામાં આવશે.

ચલણી નોટો નાબૂદ કરાયા બાદ સરકારનો નિર્ણય
નાગરિકોનાં આવશ્યક સેવાઓનાં બિલો પર વ્યાજ લેવાશે નહીં
અમદાવાદ, બુધવાર
કેન્દ્ર સરકારે રૃા. ૫૦૦ અને રૃા. ૧૦૦૦નાં દરની ચલણી નોટોને ચલણમાંથી નાબૂદ કર્યા બાદ રાજ્યનાં નાગરિકોને આવશ્યક સેવાઓનાં બિલો પર વ્યાજ નહીં વસુલતા તથા સ્થગિત કર્યા સિવાય અવિરતપણે ચાલુ રાખવાનો મહત્ત્વનો નિર્ણય સરકારે કર્યો છે જે અનુસાર આવશ્યક સેવાઓ, પાણી, વીજળી, ગેસ, શિક્ષણ ગટર વ્યવસ્થા (ડ્રેનેજ)ની સુવિધાઓ ચાલુ જ રખાશે. જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. કેન્દ્ર સરકારના નાણા વિભાગ દ્વારા એક પખવાડીયા સુધી બેન્કમાંથી રોકડ ઉપાડની મર્યાદા બાંધી દીધી છે.

જેને કારણે આવશ્યક સેવાઓ પૂરી પાડતાં વિવિધ બોર્ડ, કોર્પોરેશન, કંપનીઓ તથા કચેરીઓને તેના બિલોની ચૂકવણી નાગરિકો નિયત સમય મર્યાદામાં ના કરી શકે તો પણ તા. ૨૪-૧૧-૧૬ સુધી આવી સેવાઓ અંગેના કનેકશનો કાપવા નહીં.

આ અંગેની સૂચના સરકાર દ્વારા જે-તે કંપનીઓ-બોર્ડને આપી દેવાઈ છે. ઉપરાંત વિલંબિત ચૂકવણી ઉપર તા. ૨૪-૧૧-૧૬ સુધી વ્યાજની વસૂલાત નહીં કરવા તથા આ પ્રકારની તમામ આવશ્યક સેવાઓ સ્થગિત નહીં કરવા અને તેને અવિરતપણે ચાલુ રાખવા અંગેની સંબંધિત વહીવટી વિભાગો દ્વારા તેમના નિયંત્રણ હેઠળનાં વડાઓને સૂચના આપી દેવાઈ છે. તેમજ જે-તે કચેરીઓને આ માટેની જરૃરી કાર્યવાહી કરવાની તાકીદ પણ કરવામાં આવી છે.

 

Leave A Reply