‘મોદી સરકાર કરી રહી છે સૌથી મોટું કૌભાંડ’ – રેલીમાં કેજરીવાલનો આરોપ

– પહેલા એક દિવસ તો જીવવા દો, પછી 50 દિવસની વાત કરજો: મમતા

1_4_1479369726– નોટબંધીથી 8 લાખ કરોડનું કૌભાંડ થયું : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર 2016

નોટબંધી ને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે આઝાદપુર મંડીમાં આયોજીત રેલીને સંબોધીત કર્યાં. જોકે, અરવિંદ કેજરીવાલ રેલીમાં પહોંચે તે પહેલા ખુબ ઉહાપો મચ્યો હતો. લોકો એ રેલીના વિરોધમાં કાળા ઝંડા ફરકાવ્યા અને મોદી જિંદાબાદના નારા લગાવ્યાં.

મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર હુમલો કરતા કહ્યું કે શું તમે ક્યારેય દેશમાં જોયું છે? ઘર-ઘરમાં શોર છે, દરેક માણસ રોઇ રહ્યાં છે. નોટબંધીથી શાકભાજી પણ માર્કેટમાં પહોંચી રહ્યું નથી, તો શું લોકો એટીએમ ખાશે. શાકભાજી જમીએ કે ડાયમન્ડ અને એટીએમ? દેશમાં આગળ વધવાની બદલે પીછેહટ કરી રહ્યો છે. કાલે કહ્યું કે 4500 રૂપિયા અને આજે કહ્યું કે 2000 રૂપિયા. તેના દિમાગમાં શું ચાલી રહ્યું છે. ક્યારેક કંઇ તો બીજી મીનીટે કંઇક બોલે છે. શું વિચારે છે કે દેશની તમામ જનતા ચોર છે?

નવ દિવસમાં દેશને 2 લાખ 25 હજાર કરોડનું નુકસાન થયું છે. તમે બંધ કરી તમે વિદેશ ભાગી જશે. અમે તો ભાગી નહી શકીએ, અમે અહિયાના છીએ, અમે દેશમાં રહીશું. સરકાર ત્રણ દિવસમાં નોટબંધી પુરી કરી નાખે. સરકાર પ્લાસ્ટિક ઇકોનોમીના નામ પર દેશને વેચવા લાગ્યાં છે. અમે ડરતા નથી. પછી ભલે અમને જેલમાં નાખી દો. પહેલા એક દિવસ તો અમને જીવવા દો, પછી 50 દિવસની વાત કરજો. ગરીબ-મજુર ભુખ્યા સુઇ રહ્યાં છે. અમે ચુપચાપ બેસીસુ નહીં. સરફોશી કી તમન્ની અબ હમારે દિલમાં હૈ. દેખના હૈ જોર કિતાના બાજુએ કાતુલ મે હે.

કેજરીવાલ નું ભાષણ
લોકો આમ-તેમ ભટકી રહ્યાં છે, બાળકો માટે દુધ-રોટી મળી રહી નથી. અમે ભ્રષ્ટાચાર વિરૂધ લાંબી લડાઇ લડી છે. કોંગ્રેસ શાસનમાં મે એક વખત 10 દિવસ અને બીજી વખત 12 દિવસનું અનશન કર્યું હતું. રોબર્ટ વાડ્રાની સામે અવાજ ઉઠાવ્યો હતો. ભ્રષ્ટાચારની સામને ભુખ હડતાલ કરી જીવનું જોખમ ખેડ્યું. જ્યારે-જ્યારે મોદીજી એ સારૂ કામ કર્યું અમે સમર્થન કર્યું. સ્વચ્છ ભારત પર ઝાડુ ઉઠાવ્યું હતું, યોગ દિવસ પર અમે ઘરોની બહાર પાથરણું પાથર્યું હતું. સર્જિકલ સ્ટ્રાઇક પર અમે મોદીજીને વિડિયો સંદેશમાં સુભેચ્છા પાઠવી હતી.

તમે કહો છો કો ભ્રષ્ટાચાર પુરો કરીશું. પરંતુ 2000ની નોટથી ભ્રષ્ટાચાર કેવી રીતે પુરો થશે. 500 અને 1000ની નોટ રદ્દ કરી નાખવાથી ભ્રષ્ટાચાર કેવી રીતે પુરો થશે. અને હવે 2000ની નોટ આવી ગઇ છે. નોટબંધીની આડમાં કૌભાંડ કરી રહ્યાં છે. બે-બે હજારની નોટ ખુલ્લેઆમ વેચાઇ રહી છે.

નોટબંધીથી 8 લાખ કરોડનું કૌભાંડ થયું છે. સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી રહ્યાં છે. વિજય માલ્યાને સરકારે ભગાડી મુક્યો. માલ્યાને સરકારે ચુપચાપ લંડન ભગેડી મુક્યો. નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ મને રિપોર્ટ સોંપી છે જેને વાંચી મારા રૂવાડા ઉભા થઇ ગયા.

આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે એક દિવસ પહેલા કેજરીવાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અપીલ કરી હતી કે તેઓ કેન્દ્રને નોટો ને રદ્દ કરવાના નિર્ણયને પાછો લેવાનો આદેશ આપે. તેમણે 500 અને 1000ની નોટોને રદ્દ કરવાના પગલાને સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ કરાવવાની પણ માંગ કરી.

કેજરીવાલે કેન્દ્રના નિર્ણયની સામે કાલે વિધાનસભામાં એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. તેમણે બીજેપીને પરોક્ષ રીતે ઉલ્લેખ કરતા નોટ બંધ કરવાના પગલાને એક ખાસ રાજકીય પાર્ટીને લાભ પહોંચાડવાના ઉદ્દેશથી દેશની સાથે ગદ્દારી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

Leave A Reply