શહીદ જવાનોના પરિવારને હવે 10ને બદલે વળતર પેટે 25 લાખ મળશે

1479371129_martyrs– જવાનોની શહીદી પર તેમના પરિવારને મળનારી રકમમાં વધારો

– રક્ષા મંત્રાલયે 20 વર્ષ બાદ વળતરની રકમમાં વધારો કર્યો છે

નવી દિલ્હી, તા. 17 નવેમ્બર 2016, ગુરુવાર

કેન્દ્ર સરકારે દેશ માટે યુદ્ધક્ષેત્રમાં શહીદ થનારા જવાનો આપવામાં આવતા વળતરની રકમ વધારીને બમણીથી પણ વધુ કરી દીધી છે. રક્ષા મંત્રાલય તરફથી આપવામાં આવેલા નિવેદન પર જણાવામાં આવ્યુ છે કે,

હાલમાં તૈનાત જવાનનુ કોઈ ઘટનામાં મોત નિપજે તો તેમાં આપવામાં આવતી રકમ 10 લાખની જગ્યાએ વધારી 25 લાખ કરી દેવામાં આવી છે. બીજી તરફ આતંકવાદીઓ સાથે મુઠભેડમાં મૃત્યુ થાય તો તેમના પરિવારને 10થી વધારીને 25 લાખ આપવામાં આવશે.

સમુદ્રી લુટારુઓ સાથે લડનારા જવાનોના પરિવારને પણ તેમની શહીદી પર 15 નહિ પરંતુ 35 લાખ આપવામાં આવશે. વળતરની આ રકમમાં વધારો ચિયાચીન તથા ઉંચાઈ વાળા વિસ્તારોમાં પણ કરવામાં આવી છે. વિદેશમાં શહીદ થનાર જવાનને 45 લાખ રૂપિયા આપવામાં આવશે. જે લોકો સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં જોડાયેલા છે તેમના માટે પણ અમલમાં મૂકવામાં આવશે. સાતમા પગાર પંચની ભલામણોને નજરમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષા મંત્રાલયે 20 વર્ષ બાદ વળતરની રકમમાં વધારો કર્યો છે.

 

Leave A Reply