બીજાના પૈસા તમારા ખાતામાં જમા કરાવ્યા તો થશે 7 વર્ષની જેલ

1479711168_income-tax-department-will-take-action-against-depositing-other-money-and-7-year-imprisonment-will-be-given

– નોટબંધી બાદ બેન્ક એકાઉન્ટમાં થયેલા ટ્રાન્જેક્શન પર ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની નજર

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર 2016, સોમવાર

કોઇ અન્ય વ્યક્તિના કાળા નાણાંને બીજી વ્યક્તિના ખાતામાં જમા કરાવનાર સામે સરકારે તંજ કસવાનું શરૂ કરી દીધુ છે. ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ કાળા નાણાં જમા કરાવનાર વ્યક્તિની સામે કડક કાર્યવાહી કરશે. જેના હેઠળ તેમને 7 વર્ષની જેલની સજા થઇ શકે છે.

ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ અનુસાર અત્યાર સુધીમાં બીજાના ખાતામાં ટ્રાન્સફર થતા કાળા નાણાંમાં લગભગ 200 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરાવવાની જાણકારી મળી છે. આ આંકડાકીય માહિતી 80 વિભાગના સર્વે તેમજ 30 તપાસ દરમિયાન મળી હતી. ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ નોટબંધી બાદથી જ બેન્ક ખાતા પર નજર રાખી રહ્યા છે.

એક નવેમ્બરથી જ કાયદો લાગૂ કરવામાં આવ્યો છે
બેનામી પ્રૉપર્ટી ટ્રાન્જેક્શન એક્ટ આ વર્ષે એક નવેમ્બરથી લાગૂ કરવામાં આવ્યો છે. બેન્ક એકાઉન્ટમાં થયેલા ટ્રાન્જેક્શન પણ આ એક્ટ હેઠળ લાગૂ કરવામાં આવશે.

બિલ્ડરોના ઠેકાણોથી મળ્યા 1.20 કરોડ રૂપિયા
બે પ્રમુખ બિલ્ડર ગ્રુપ પર બે દિવસથી ચાલી રહેલા ઇન્કમટેક્ષ કાર્યવાહીમાં રવિવારે દોઢ કરોડ રૂપિયાની બેનામી આવક પકડાઇ ગઇ હતી. એવામાં 1.20 કરોડ રૂપિયા રોકડ રકમ છે. ડિપાર્ટમેન્ટની તપાસ શાખા બંને સમૂહોના આઠ ઠેકાણો પર કબજે કરેલા ડૉક્યુમેન્ટ્સની તપાસ કરી રહ્યા છે. રોકડ રકમ ઉપરાંત 30 લાખ રૂપિયાના ઘરેણાં પણ મળ્યા છે. બંને ગ્રુપ્સ વચ્ચે તાજેતરમાં જ ડીલ થઇ હતી, જેમાં 1000 તેમજ 500ની નોટ દ્વારા ડીલ કરવામાં આવી હતી.

તિજારા પોલીસે શનિવારે તિજારા ટોલ પ્લાઝા પર ગાડીમાં લઇ જવામાં આવી રહેલા 500 તેમજ 1000 રૂપિયાની જૂની ચલણી નોટથી ભરેલુ બેગ જપ્ત કર્યુ હતુ. પોલીસે જણાવ્યુ કે અલવરથી ભિવાડી એક કારમાં મોટી માત્રામાં જૂની નોટ લઇ જવામાં આવી રહી હતી ત્યારબાદ ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી.

કિશનગઢવાસ પોલીસે શનિવારે રાત્રે ત્રણ કારમાં દિલ્હી લઇ જવામાં આવતી 1.32 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી હતી. આ સાથે જ અલવર અરબન કો-ઑપરેટિવ બેન્કના મેનેજર તેમજ કર્મચારીની પૂછતાછ કરવામાં આવી રહી છે. અલવર અરબન કો-ઑપરેટિવ બેન્કના ચેરમેન મૃદુલ જોશીએ જણાવ્યુ કે જપ્ત કરવામાં આવેલી રકમ બેન્કની છે અને તમામ ડોક્યુમેન્ટ્સ તેમની પાસે ઉપલબ્ધ છે.

Leave A Reply