ટોલટેક્સ મર્યાદા 2 ડિસેમ્બર સુધી લંબાઇ નેશનલ હાઇવે થયા ટોલ ફ્રી

 

02bgtoll_519123f1નવી દિલ્હી: તા. 24 નવેમ્બર 2016

કેન્દ્ર સરકારે નોટબંધી મામલે ફરી એકવાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરવો પડ્યો છે. સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગો પર લેવાતા ટોલ ટેક્સ પર મર્યાદા વધારીને 2 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરી દીધા છે. આ પહેલા સરકારે દેશના દરેક હાઇવે પર ટોલ ટેક્સની મુક્તિ મર્યાદા 24 નવેમ્બર કરી હતી. આ ઉપરાંત 3 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી પ્રતિબંધ મુકાયેલી જૂની નોટો ટોલ પ્લાઝા પર સ્વીકાર કરવામાં આવશે. નોટબંધી ની સમસ્યા થી પરેશાન થઇ રહેલા લોકો માટે સરકારે રાહત આપી હતી.

જો કે નોટબંધીથી ટ્રક યુનિયનો દ્વારા હાઇવે પર ટોલ ટેક્સ 31 ડિસેમ્બર સુધી ફ્રી કરવાની માંગણી કરી હતી. નોટબંધીની ટ્રકો દ્વારા કરાતી માલ હેરફેર પર ઘણી અસર જોવા મળી છે તો કેટલીક જગ્યાએ રોકડની કમીના કારણે ટ્રક રસ્તાની વચ્ચે જ ઊભી છે.

સરકારે 24 નવેમ્બરે રાત્રે પેટ્રોલ પંપ,સરકારી હોસ્પિટલો અને રેલ્વે જેવી જાહેર સેવાઓમાં પણ 500-1000ની જુની નોટો વાપરવાની મુક્તિ મર્યાદામાં વધારો ના કરતા હવે આજે મધ્યરાત્રિથી આ સ્થળોએ જુની નોટો નહીં સ્વીકારવા આવે. 25 નવેમ્બર એટલે કે આવતીકાલ થી 500 અને 1000ની નોટ માત્ર બેંકોમાં જ ડિપોઝીટ કરાવી શકાશે.

 

Leave A Reply