Thursday, April 9

મોદીના ભ્રષ્ટાચારની પોલ ખોલીસ તો સરકારનો ફુગ્ગો ફૂટી જશે: રાહુલ ગાંધી

1481716301_i-have-information-on-pms-corruption-hes-terrified-rahul-gandhi

-મોદીજી મારાથી ડરે છે માટે મને સદનમાં બોલવા દેવામાં નથી આવતો

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2016, બુધવાર

કોંગ્રેસ વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીનું કહેવું છે કે તેમની પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી ગુપ્ત માહિતી છે. વડાપ્રધાન આ માહિતીથી ડરેલા છે એટલા માટે તેમને સદનમાં બોલવામાં દેવામાં આવતા નથી. રાહુલ ગાંધીનું કહેવું છે કે જો તેમને આ માહિતી મીડિયા વચ્ચે ઉજાગર કરી તો વડાપ્રધાનનો ફુગ્ગો ફૂટી જશે. મારી માહિતીથી મોદીજી ડરી ગયા છે.

રાહુલ ગાંધીએ પત્રકારોને સંબોધતા કહ્યું કે,’મારી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી કૌભાંડની જે ગુપ્ત માહિતી છે તે જો મીડિયા સાથે જાહેર કરીશ તો નોટબંધીનો ફૂગો ફૂટી જશે.’ તેમને સત્તાધારીપક્ષ પર આરોપ મુકતા કહ્યું કે મને સંસદમાં બોલવા દેવામાં આવતો નથી. રાહુલે કહ્યું મારી પાસે જે માહિતી છે તેને હું લોકસભામાં રજુ કરવા માંગુ છું. હું સંસદમાં ચૂંટાયેલા એક સભ્ય તરીકે વાત રજુ કરવા માંગુ છું.

 

Leave A Reply