ટ્રમ્પનો રાષ્ટ્રવાદ : સ્વદેશી વસ્તુઓ ખરીદો, અમેરિકાના નાગરિકોને નોકરી આપો

1481796402_donald-trump-says-to-follow-2-simple-rules-buy-american-and-hire-americans

– ટ્રમ્પે વિસ્કૉનસનમાં આયોજીત પોતાની થેંક્યુ ટૂરમાં નિવેદન આપ્યુ

– અમેરિકાના નવા રાષ્ટ્રપતિએ માત્ર અમેરિકાના હિતનું રક્ષણ કરવા માટે અપીલ કરી

વૉશિંગ્ટન, તા. 15 ડિસેમ્બર 2016, ગુરુવાર

અમેરિકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી વિવાદિત નિવેદન આપ્યુ છે. ટ્રમ્પે અમેરિકાને નવા સિદ્ધાંત આપતા તેમની સરકારને કહ્યુ છે કે ‘અમેરિકામાં બનેલો સામાન ખરીદો અને અમેરિકી નાગરિકને નોકરી આપો.’

ઉલ્લેખનીય છે કે પોતાના ચુંટણી પ્રચારના સંબોધનથી જ ટ્રમ્પ અમેરિકાના હિત માટેના મુદ્દાઓ ઉઠાવતા હતા. તેઓ અમેરિકામાં અમેરિકી નાગરિકોને નોકરીમાં પ્રાધાન્યતા આપવાની વાત કહેતા આવ્યા છે. ટ્રમ્પે પોતાના આ પ્રકારના નિવેદનોથી કટ્ટર રાષ્ટ્રીયતાની છબિ બનાવી લીધી છે. તેમના આ પ્રકારના નિવેદનથી ભારત સહિત દુનિયાના અન્ય દેશ ચિંતિત છે.

ટ્રમ્પે પોતાના થેંક્યુ ટૂરમાં નિવેદન આપ્યુ
ટ્રમ્પે બુધવારે વિસ્કૉનસનમાં આયોજીત થેંક્યુ ટૂરમાં કહ્યુ કે મારું વહીવટી તંત્ર બે સરળ નિયમોનું પાલન કરશે,’બાય અમેરિકન એન્ડ હાયર અમેરિકન્સ’. થોડાક જ સમયમાં આપણું વહીવટી તંત્ર આ બે નિયમોનું અમલીકરણ કરશે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદથી જ ‘અમેરિકન ફર્સ્ટ’નો રાગ ગાઇ રહ્યા છે. અને આ સાથે જ વિદેશી લોકો પર અમેરિકન્સની નોકરી છીનવવાનો આરોપ લગાવી રહ્યા છે.

સમય આવી ગયો છે કે અમેરિકાના હિતોનું રક્ષણ કરવામાં આવે
ટ્રમ્પે કહ્યુ કે, બિઝનેસમાં આપણો દેશ 800 અજબ ડૉલરના નુકશાનનો સામનો કરી રહ્યો છે. હું જાણવા માંગુ છુ કે આ ડિલ કોણે કરી છે. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા દેશના હિત વિશે વિચારીયે. તેમણે કહ્યુ કે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (નાફ્ટા) બાદથી અમેરિકા નિર્માણ ક્ષેત્રમાં કેટલાય લોકો પોતાની નોકરી ગુમાવી ચુક્યા છે. ટ્રમ્પે પોતાના આ પ્રકારના નિવેદન બાદ એકવાર ફરી અમેરિકાની પ્રજાને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. તેમની વાતથી સ્પષ્ટ થાય છે કે તેઓ ઇચ્છે છે કે અમેરિકાના નાગરિકો માત્રને માત્ર અમેરિકાના લોકો અને અમેરિકાના હિત વિશે જ વિચારે.

ભારતીઓને નિશાન બનાવી શકે છે ટ્રમ્પની નવી રાજનીતિ
ઉલ્લેખનીય છે કે ભારતીય આઇટી કંપનીઓનું અમેરિકામાં વિશાળ કારોબાર છે. અમેરિકામાં 72 ટકા ભારતીય અચ-1બી વીઝા ધારકો છે જેઓ અલગ અલગ કંપનીઓમાં કામ કરે છે. એવામાં ટ્રમ્પના વહીવટી તંત્રની પૉલિસીઓ ભારત સહિત ચીનને નિશાનો બનાવી શકે છે. જો ટ્રમ્પે માઇગ્રેશનથી લઇને વીઝાની કોઇ પણ પૉલિસીમાં ફેરફાર કર્યા તો મોટાભાગના ભારતીય નાગરિકોની નોકરીઓ જઇ શકે છે.

Leave A Reply