Thursday, April 9

નોટબંધી મામલે હત્યાનો સૌરાષ્ટ્રમાં પ્રથમ બનાવ કમિશનથી નવી નોટ આપવા ગેયલા બેંકના આઉટ સોર્સ કર્મીની હત્યા

jnd-madar-05_1481840578 jnd-madar-04_1481840575કેશોદ તાલુકાના મઘરવાડા ગામની સીમમાં 20 ટકા કમિશનથી જૂની નોટના બદલામાં 9 લાખની નવી નોટ આપવા ગયેલા બેંકના આઉટસોર્સીંગ એજન્સીના કર્મચારી પાસેથી નવી નોટ આપી ન હતી આ મુદ્દે બબાલ થતા અજાણ્યા શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. જેમાં આઉટ સોર્સીંગ એજન્સીના કર્મચારીનું મોત થયું હતું. બાદમાં અજાણ્યા શખ્સો 9 લાખની નવી નોટની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.  આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના મઢડામાં રહેતા કિશોર જીલડીયા તથા તેનો જોતપુર રહેતો પિતરાઈભાઈ રામ ઉર્ફે રાજેશ મુળુભાઈ જીલડીયા એચ.ડી.એફ.સી. બ ેંકની આઉટ સોર્સીંગ એજન્સીમાં કામ કરતા હતાં. કિશોર જીલડીયા સાથે ભીખુભાઈ નામના મધ્યસ્થી વડે નવ લાખ રૃપીયા ૨૦ ટકા કમિશનથી નવી નોટ આપવાનું નક્કી કર્યું હતું.૨૦ ટકા કમિશનથી જૂની નોટના બદલામાં આપવાનું નક્કી થયું હતું.  કિશોર જીલડીયા તથા ભીખુભાઈ આસ્થળે પહોંચ્યા હતાં. બાદમાં રાજેશ ઉર્ફે રામ મુળુભાઈ જીલડીયા ત્યાં નવ લાખની ચલણી નોટ સાથે આવ્યો હતો. ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો પણ કારમાં આવ્યા હતાં.તેઓએ નવ લાખની નવી નોટ લઈ લીધી હતી. પરંતુ જૂની નોટ કિશોર જીલડીયા તથા રાજેશ ઉર્ફે રામને આપી ન હતી. આ મુદ્દે બબાલ થઈ હતી. અને બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો. ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ રાજેશ ઉર્ફે રામ જીલડીયાને છાતી તથા ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતાં.
અજાણ્યા શખ્સો નવ લાખ રૃપીયાની લૂંટ કરી નાસી ગયા હતાં. આ દરમયાન રાજેશ ઉર્ફે રામનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અંગે કિશોર જીલડીયાએ પોલીસને તથા ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ત્યા પહોંચી હતી. ત્યાં સુધીમાં કેશોદ પી.આઈ. એ.વ ી. ટીલવા સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યો અને મૃતદેહને કેશોદ પી.એમ.માટે ખસેડયો હતો.આ અંગે કિશોર જીલડીયાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી હત્યા  તથા લૂંટ કરનારાઓને પકડવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર મામલામાં  મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર શખ્સ પોલીસનાં હાથવેંતમાં હોવાનું જાણવા  મળ્યું હતું.

Leave A Reply