Friday, December 6

જોધપૂર કોર્ટે આપ્યો ચુકાદોઃ -સલમાન ખાન બા ઈજ્જત બરી

– જો ગુનો સાબિત થયો હોત તો સાત વર્ષની કેદની સજા થઈ હતો

– સલમાન ખાન આ અગાઉના ફોજદારી ગુનામાં નિર્દોષ છુટી ચૂક્યો છે.

અમદાવાદ, તા. 18 જાન્યુઆરી 2017, બુધવાર

સલમાનખાન બા ઈજ્જત બરી, જોધપુર કોર્ટે આપ્યો ચુકાદો.

કાળિયારના શિકારના 18 વર્ષ જૂનો કેસ સલામાનખાનો પીછો છોડવાનું નામ નતી લેતો. આમ તો સલમાનનું બીજુ નામ જ વિવાદ છે એમાંય હીટ એન્ડ રનથી લઈ ઘણા કેસ સાથે સંકળાયેલ સલમાન ખાનનો જોધપુરમાં કાળિયારના શિકાર કેસમાં ગેરકાયદેસર હથિયાર રાખવા અંગે થયેલા કેસ અંગે આજે જોધપુરમાં નીચલી અદાલત ચુકાદો સુણાવાની છે.

જો સલમાન ખાન દોષિત ઠરત તો તેને સાત વર્ષ સુધીની સજા થઈ હોત. . સલમાન મંગળવારથી જોધપુર પહોંચી ગયો છે. જ્જ દલપતસિંહ રાજપુરોહિતે સરકારી વકીલ, સલમાન તથા તેના વકીલને હાજર થવા આદેશ આપ્યો હતો.

સલમાનખાન પાસે લાઈસન્સ વગર હથિયાર રાખવાનો તથા તેનો ઉપયોગ કરવાનો આરોપ હતો.  જો લાઈસન્સ વગરનું હથિયાર રાખવાનો આરોપ સાબિત થાત તો સલમાનને ત્રણ વર્ષની સજા થશે.

જો ગેરકાયદેસર હથિયારનો ઉપયોગ કરવાનો ગુનો સાબિત થાત તો તેને સાત વર્ષ સુધીની સજા થઈ હોત. ત્રણ વર્ષથી ઓછી સજા થાત તો તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરવાનો તથા જામીન લેવાનો સમય આપવામાં આવત.

Leave A Reply