‘બાપુ’ બગડ્યા..?, નથી બનવું મારે મુખ્યમંત્રી, રેસમાં પણ નથી…!!

-કોંગ્રેસનું મિશન ગુજરાત, પ્રચારના સત્તાવાર શ્રીગણેશમાં બાપુની ધડાકાભેર જાહેરાત

-હું વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી જ હરિફાઈમાં છું, બાપુના આ સુચક ઉચ્ચારનો શું અર્થ કરવો તેની ભારે ચર્ચા છે, મિશન-૨૦૧૭ માટે ‘કોંગ્રેસ આવે છે’નું સુત્ર, ૧૮૨ સીટો પર ચૂંટણી લડવા ૧૫૫૦ કોંગ્રેસીઓ તૈયાર

અમદાવાદ,તા.૨૧
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં ‘આજે કોંગ્રેસ આવે છે’ સંમેલનનો પ્રારંભ થયો છે. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એક રાજ્ય સિવાય બાકીનામાં કારમી હાર મળ્યા પછી કોંગ્રેસની નજર ગુજરાત તરફ મંડાયેલી છે. આ વર્ષમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા આજથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારના સત્તાવર શ્રીગણેશ થઈ ગયા છે. સંમેલનમાં ઉપÂસ્થત નેતાઓએ કાર્યકરોને સંબોધન કરતાં અત્યારથી જ ૨૦૧૭ની ચૂંટણી માટે કામે લાગી જવા માટે આહવાન કરાયું છે. તો સંમેલનને સંબોધતા શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે, ‘સીએમ પદ મારે નથી જાઈતું.’
ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાતમાં ૨૦૧૭ની ચૂંટણી કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન ગણાય છે. ત્યારે કોંગ્રેસે અત્યારથી ચૂંટણીના કામમાં લાગી જવા માટે તૈયારી કરી લીધી છે.  આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરૂનાથ કામતએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી પ્રદેશ કોંગ્રેસ સમિતીના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા સહિતના તમામ નેતાઓ સંગઠનનું કાર્ય કરી રહ્યા છે તથા રસ્તાથી લઈ સચિવાલય સુધી લોકોના પ્રશ્નોને વાચા આપવા લડત લડી રહ્યા છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પણ સારી રીતે ચાલી રહી છે. જુદી જુદી સીટો પરથી ચૂંટણી લડવા માંગતા ૧૫૫૦ કાર્યકરોએ પોતાની ઈચ્છા બુથ કમિટીના પત્ર સાથે પ્રદેશ અધ્યક્ષને મોકલી આપી છે અને હવે તેમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવશે. ગમે ત્યારે ચૂંટણી યોજાય કોંગ્રેસ તેના માટે તૈયાર છે.  તાજેતરમાં યુ.પી સહિતના રાજ્યોના ચૂંટણી પરિણામો અંગે તેમણે જણાવ્યું કે, ચૂંટણીમાં ઉતાર ચઢાવ ચાલ્યા કરે છે નરેન્દ્ર મોદી એકબાજુ વડાપ્રધાન બન્યા તથા ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો ત્યારબાદ જિલ્લા પંચાયતોની જે ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ફક્ત એક સીટ હતી ત્યાં ૨૩ સીટો પર કોંગ્રેસ વિજયી બની છે. યુપી ભલે ભાજપ જીત્યું હોય પણ પંજાબમાં કોંગ્રેસ વિજયી બની છે આ ઉપરાંત ગોવા તથા મણીપુરમાં પણ કોંગ્રેસનો દેખાવ ખુબ સારો રહ્યો છે.  ગુજરાતના મુખ્યમંત્રીના નામની જાહેરાત અંગે તેમણે જણાવ્યું કે તેનો નિર્ણય ઉચ્ચ નેતાઓ કરશે.  શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, યુ.પી.ના પરિણામ બાદ ભાજપના લોકો હવામાં આવી ગયા હોય અને જા મે ના છેલ્લા કે જૂનના પહેલા ભાગમાં વહેલી ચૂંટણી યોજે તો તેની તૈયારીના ભાગરૂપે આજની મિટીંગ યોજવામાં આવી છે જેના માટે કાર્યકરોની સાથે ઓબ્ઝર્વરને પણ આમંત્રવામાં આવ્યા છે. સીએમ પદના ઉમેદવારનું નામ જાહેર કરવા અંગે તેમણે જણાવ્યું કે સમય આવ્યે જે યોગ્ય નિર્ણય લેવાનો હશે તે હાઈકમાન્ડ લેશે.  શરદ પવાર સાથે યોજાયેલી બેઠક તથા તેમની દિલ્હી યાત્રા અંગે તેમણે જણાવ્યું કે, શરદ પવાર સાથે વર્ષો જૂના સંબંધો હોવાના નાતે તેમની સાથે ઔપચારિક મુલાકાત કરી હતી કહી મિડીયાના અહેવાલોને રદીયો આપ્યો હતો. આ સાથે જ તેઓ દિલ્હી સામાજિક કામે ગયા હોવાનું નહીં કે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓને મળવા તેમ પણ તેમણે જણાવ્યું હતું.
બીજીતરફ પૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, સામાજીક સમીકરણોને ધ્યાને રાખીને ઉમેદવારોની પસંદગી કરાય. તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસ આવી રહી છે. જેનો લોકોને આનંદ છે. જેથી લોકોના અરમાન ખતમ ના કરો. લોકોના અરમાન પૂર્ણ કરવાની જવાબદારી આપણી છે. જેથી આપણે અંદર-અંદર હરાવવાનું બંધ કરીએ. જ્યારે ઈર્ષાદ મિર્ઝાએ પણ ભરતસિંહ સોલંકી અને શÂક્તસિંહને જૂથબંધી બંધ કરવાની સલાહ આપી હતી. શÂક્તસિંહ ગોહિલે ઉત્સાહ વધારતાં જણાવ્યું કે, આપણે પંજાને ઉમેદવાર માનીને આજથી કામમાં લાગી જઈએ અને પક્ષના નિર્ણયને અંતિમ નિર્ણય માનીને ઉમેદવારને જીતાડીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, પંજાબમાં પણ ઈવીએમ મશીન જ હતા ત્યા તો ભાજપને ગણતરીની બેઠક જ મળી. જેથી આપણે નકારાત્મક રાજનીતીને છોડીને કામ કરીએ. આ તરફ સિદ્ધાર્થ પટેલે ગુજરાત કોઈના બાપની જાગીર નથી, તેમ જણાવ્યું અને કોંગ્રેસ ઈતિહાસ નહી બને પરંતુ ઈતિહાસ રચશે, તેમ જણાવ્યું હતું. તેમણે જૂથબંધી દૂર કરવા અંગે જણાવ્યુ કે, આપણે બાદબાકીનું રાજકારણ બંધ કરીને સરવાળાનું રાજકારણ કરીશુ તો આપણને કોઈ નહીં હરાવી શકે. યુનિવર્સિટી કન્વેસન હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રભારી નેતા ગુરૂદાસ કામત, શંÂક્તસિંહ ગોહીલ, અર્જૂન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી સહિત મોટીસંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક
આભાર – નિહારીકા રવિયા  નેતાઓ ઉપÂસ્થત છે.

 

Leave A Reply