Thursday, April 9

યોગી ઇન એક્શન, ‘એન્ટી રોમિયો સ્કવોર્ડ’, કચેરીઓમાં ગુટખા-પાન મસાલા બેન

લખનઉ,તા.૨૩
ઉત્તર પ્રદેશમાં કોલેજ, દુકાનો કે જાહેરસ્થળો પર ઊભા રહીને છોકરીઓની છેડતી કરનારા શખ્સોની ખેર નથી. નવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ બાદ પોલીસે ‘એન્ટી રોમિયો સ્ક્વાડ’નું ગઠન કરવાની કવાયત હાથ ધરી છે. જે સ્કૂલ, કોલેજ તથા શોપિંગ મોલ્સમાં સરપ્રાઈઝ વિઝિટ કરશે. મેરઠ, લખનઉ અને ઝાંસીમાં સ્ક્વાડની અસર પણ દેખાઈ હતી. બીજી બાજુ, મુખ્યપ્રધાને રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં ગુટખા-પાન મસાલા તથા પ્લાÂસ્ટકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ અગાઉ યોગી આદિત્યનાથે લોકભવનના ઓડિટોરિયમમાં તમામ સીનિયર ઓફિસર્સ સાથે બેઠક કરી હતી અને તેમને સ્વચ્છતાની શપથ લેવડાવી હતી. આ શપથમાં એવી પણ શરત મૂકવામાં આવી હતી કે શપથ લેનારા દરેક ઓફિસરે અન્ય ૧૦૦ લોકોને આવી શપથ લેવડાવી પડશે અને દર અઠવાડિયે ૨ કલાક સફાઈ માટે શ્રમદાન કરશે. એટલું જ નહીં ૨૦૧૪માં પીએમ બન્યાં બાદ નરેન્દ્ર મોદીએ પણ બનારસમાં પોતાની પહેલી સભામાં જે ભાષણ આપ્યું હતું તેમાં તેમણે ત્યાંના લોકોને ગંદકી નહીં કરવાના અને પાન ખાઈને જ્યાં ત્યાં પિચકારીઓ નહીં મારવાની અપીલ કરી હતી.
સચિવાલય એનેક્સી પહોંચેલા યોગીએ પાનની પિચકારીઓ જાઈ કે તેમનો પિત્તો ગયો. તેઓ એટલા નારાજ થયા કે તેમણે સરકારી ઓફિસોમાં પાન, પાનમસાલા કે ગુટખા ખાવા પર પ્રતિબંધ મૂકી દીધો. આ જ સચિવાલય એનેક્સી ઓફિસમાં પૂર્વ સીએમ અખિલેશ યાદવ બેસતા હતાં. યોગી આદિત્યનાથ હવે બરાબર તેની સામેના લોકભવન બિÂલ્ડંગમાં બેસશે. આ બિÂલ્ડંગ નવી બની છે. સચિવાલય એનેક્સીમાં ચીફ સેક્રેટરી અને હોમ મિનિસ્ટ્રી સહિત પ્રશાસન સંલગ્ન મહત્વની ઓફિસો છે. એવા પણ અહેવાલો છે કે યોગી આદિત્યનાથે પાન ગુટખા ખાનારા લોકોને ફટકાર પણ લગાવી. સીએમ યોગીના આ પ્રયત્નથી કર્મચારીઓમાં ખુશાલી જાવા મળી. કર્મચારીઓએ એક સ્વરમાં કÌšં કે પહેલા એવા મુખ્યમંત્રી છે જેમણે આ બધી વાતોને ધ્યાનમાં લીધી છે. યોગી આદિત્યનાથ લગભગ એક કલાક સુધી એનેક્સી ભવનમાં ફર્યા, ત્યારબાદ તેમણે આ પ્રતિબંધ લગાવ્યો. વીજળીના ગૂચવાયેલા તારો પ્રત્યે ધ્યાન દોર્યું, ગંદા વોશબેઝિન અને ગંદી ફાઈલો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી.ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યએ જણાવ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાન મસાલા, પ્લાÂસ્ટકને સરકારી ઓફિસોમાં બંધ કરવાના નિર્દેશ આપ્યાં હતાં. આ અગાઉ આજે યોગીએ ભાજપના ચૂંટણી વાયદા મુજબ દરેક શહેરમાં એન્ટી રોમિયો સ્ક્વોર્ડ બનાવવાનો આદેશ આપ્યો. પાર્ટીનો આરોપ રહ્યો છે કે રાજ્યમાં યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને પૂર્વની સરકારો ઉદાસીન રહી છે.
મેરઠમા દરેક પોલીસ સ્ટેશનમાં ત્રણ-ચાર પોલીસમેન સાથે ‘એÂન્ટ-રોમિયો સ્ક્વાડ’ ઊભી કરવામાં આવી છે. મંગળવારે સાંજે  મેરઠમાં સ્કૂલ, કોલેજ અને પાનની દુકાનો પર આંટાફેરા કરી રહેલા યુવકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. પરિવારજનોને બોલાવીને છોકરાઓની હરકતો અંગે માહિતી આપી તેમને છોડી દેવામાં આવ્યા. કેટલાક કિસ્સામાં યુવકો તથા તેમના વાલીઓએ પોલીસ પર વધુ પડતી કડકાઈ કરી રહી હોવાના આરોપ મૂક્્યા હતા. મેરઠમાં કેટલાક સ્થળોએ છેડતી અટકાવવા અને છોકરીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા ‘એÂન્ટ રોમિયો સ્ક્વાડ’ તહેનાત કરવામાં આવી.
લખનઉમાં ૧૧ એÂન્ટ-રોમિય સ્ક્વાડ ઊભી કરવામાં આવી છે. જે શહેરભરમાં ફરીને સ્કૂલ-કોલેજની બહાર ઊભા રહેતા લુખ્ખા તત્વોની પૂછપરછ કરી રહી છે. ચાર મનચલાંઓની અટકાયત કરીને ચેતવણી આપી તેમને છોડી દેવામાં આવ્યા.  પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યાં સંદિગ્ધ દેખાશે, ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. સ્ક્વાડે લક્ષ્મીબાઈ કિલ્લા વિસ્તારમાં અરાજક તત્વોને પકડવા કાર્યવાહી કરી, ત્યારે અનેક સ્થળોએ ગર્લફ્રેન્ડ-બાયફ્રેન્ડ બેસેલાં મળ્યાં હતાં.  પોલીસ પૂછપરછમાં કોઈ યુવકે તેની ગર્લફ્રેન્ડને ભાભી કહી તો કોઈ છોકરીએ તેના બાયફ્રેન્ડને ભાઈ કે દેવર કહ્યો. આવા બહાના સાંભળીને પોલીસે તેમને ચેતવણી આપી હતી. છોકરાઓ પાસે ઉઠક-બેઠક કરાવી હતી.
બુધવારે મુખ્યપ્રધાન આદિત્યનાથે સચિવાલયની મુલાકાત લીધી હતી. દરમિયાન સરકારી કચેરીઓમાં ગુટખા-પાન, તથા પ્લાÂસ્ટકનો ઉપયોગ બંધ કરવા આદેશ આપ્યો. સરકારી કચેરી સંકુલમાં ગંદકી જાઈને તાત્કાલિક સફાઈના નિર્દેશ અધિકારીઓને આપ્યા. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કેશવ પ્રસાદ મૌર્યએ પત્રકારો સાથે વાતચીતમાં કÌšં હતું, “મુખ્યપ્રધાને સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવાના નિર્દેશ આપ્યા છે, જેથી સરકારમાં આવેલું પરિવર્તન જનતાની નજરે પડે.”

Leave A Reply