Thursday, April 9

તા. ૧૧ ઓકટોબર ર૦૧૬નાં રોજ લખનૌમાં યોજાયેલી મોદીની દશેરા રેલીમાં બોંધ ધડાકો થયો હતો

નવી દિલ્હી તા.ર૩ ઃ વિશ્વના સૌથી  ખુંખાર ત્રાસવાદી સંગઠન આઇએસઆઇએસથી પ્રેરિત ત્રાસવાદી સૈફુલ્લા તથા તેના સાથીઓએ ગત તા.૧૧ ઓકટોબર ર૦૧૬ના રોજ રામનવમીના દિવસે વડાપ્રધાન મોદીની લખનૌ સભામાં ર૦૦ મીટર દુર ટ્રાયલ બોંબ ધડાકો કર્યો હતો. તે દરમિયાન રાવણ દહન થયુ જેને કારણે બોંબ બ્લાસ્ટની કોઇને ખબર પડી ન હતી. લખનૌ એન્કાઉન્ટરમાં સૈફુલ્લા માર્યો ગયો તે પછી મધ્યપ્રદેશમાં પકડાયેલા તેના સાથીઓની પુછપરછમાં એટીએસને આ માહિતી મળી છે. આ મામલાની તપાસ એનઆઇએ કરી રહી છે. આરોપીઓએ જણાવ્યુ હતુ કે, લખનૌમાં હળવો બ્લાસ્ટ ટ્રાયલ તરીકે કરાયો હતો કે જેથી ભવિષ્યમાં વડાપ્રધાન મોદીની રેલીમાં મોટા ધડાકા થઇ શકે. ભોપાલ-ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ પણ ટ્રાયલ તરીકે કરવામાં આવ્યા હતા. આ લોકો આઇએસઆઇએસ માટે સીરીયામાં કામ કરતા પાક. હેન્ડલરના સંપર્કમાં હતા. સોશ્યલ મીડીયા થકી તેઓએ ટ્રેનમાં બોંબ રાખવા અને પછી બ્લાસ્ટ બાદની તસ્વીરો હેન્ડલરને મોકલી હતી. બ્લાસ્ટ બાદ સમાચારોની લીન્ક પણ મોકલી હતી. આ લોકો ઇચ્છતા હતા કે હેન્ડલર તેઓને સીરીયા બોલાવી તાલીમ આપે. અત્રે એ નોંધનીય છે કે તા.૭ માર્ચે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન મામલામાં આતીફ સહિત ૩ની ધરપકડ થઇ હતી. તેમની પુછપરછના આધારે યુપીમાં ૬ વધુ લોકોની ધરપકડ થઇ હતી. જયારે લખનૌ એન્કાઉન્ટર સૈફુલ્લાને યુપી એટીએસએ ઠાર કર્યો હતો.

Leave A Reply