Thursday, April 9

તામિલનાડુનાં રાજકારણમાં ભુકંપ અન્નાડીએમકેનું ચૂંટણી ચિન્હ સ્થગીત

તમિલનાડુના રાજકારણમાં ફરી એકવખત ભુકંપની Âસ્થતિ સર્જાઈ ગઈ છે. ચુંટણીપંચે રાજ્યના સત્તાધારી એઆઈએડીએમકેના ચુંટણી ચિન્હને સીઝ કરી દીધુ છે. શશિકલા અને પન્નીરસેલ્વમ
આભાર – નિહારીકા રવિયા  વચ્ચે ચાલી રહેલ વિવાદના પગલે ચુંટણીપંચે આ કાર્યવાહી કરી છે. ચુંટણીપંચે અત્યારે બન્ને જુથોને પાર્ટીનું ચુંટણી ચિન્હનો ઉપયોગ ન કરવા આદેશ આપ્યા છે. એટલુ જ નહીં બન્ને જુથો હવે પક્ષના નામનો પણ ઉપયોગ કરી શકશે નહીં. ચુંટણીપંચે સ્પષ્ટ જણાવ્યુ છે કે, આગામી એપ્રિલ મહિનામાં યોજાનાર આરકેનગર વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં બન્ને જુથોને અલગ-અલગ ચુંટણી ચિન્હ ફળવાશે. શશિકલા ગ્રુપના દીનાકરણે જણાવ્યુ હતું કે, અમે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશુ અને અમને વિશ્વાસ છે કે અમારૂ ચુંટણી ચિન્હ અમને પરત મળશે.  બન્ને જુથો વચ્ચે પાર્ટીના ચુંટણી ચિન્હ ઉપર કબ્જાને લઈને બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બન્ને જુથોએ ચુંટણીપંચ સમક્ષ પોતપોતાના વિચારો રજુ કર્યા હતા. સુનાવણી દરમ્યાન પન્નીરસેલ્વમ ગ્રુપે શશિકલાને પાર્ટીના મહાસચિવ બનાવવા ઉપર સવાલ ઉઠાવ્યો હતો.

Leave A Reply