મોદી સરકારનો નિર્ણય, હવે સંસદની પાસે રહશે અનામત આપવાનો અધિકાર

કેન્દ્ર સરકારે આર્થિક પછાતપણાના આધારે અનામતની વધતી માંગને જાતા નવું પંચ બનાવવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. નવું પંચ હાલના રાષ્ટÙીય ઓબીસી કમિશનનું સ્થાન લેશે. તેને બંધારણીય દરજ્જો પણ આપવામાં આવશે. હાલમાં કાર્યરત ઓબીસી કમિશનનો બંધારણીય દરજ્જો નથી. ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાની માગને લઈને સોમવારે (૨૦મી માર્ચે) ઓબીસી કલ્યાણ સાથે સંલગ્ન સંસદીય સમિતિએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તે પછી કેબિનેટે આ માંગને માની લીધી.
આ મતલબનો ખરડો ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરાશે. તેના માટે મોદી સરકાર બંધારણમાં સંશોધન કરશે. મોદી સરકારના આ નિર્ણયથી દેશની તમામ જાતિ આધારિત નોકરીઓથી લઇને બાકી કેટલાંય સુવિધાઓમાં ફરક પડવાનું નક્કી મનાય છે.
કેન્દ્ર સરકારના મતે સામાજિક અને શૈક્ષણિકના રૂપમાં પછાતોની નવી પરિભાષા હશે. તેનું નામ નેશનલ કમિશન ફોર સોશ્યલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કલાસ હશે. તેને કોÂન્સ્ટટ્યુશનલ બોડીનો દરજ્જો મળશે. નવા નિયમ પ્રમાણે હવે સસંદની મંજૂરી બાદ જ ઓબીસી યાદીમાં ફેરફારી કરી શકાશે.
ડ્રાફ્ટ પ્રમાણે રાષ્ટÙીય પંચમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપરાંત અન્ય ત્રણ સભ્યો હશે. સંસદની મંજૂરી બાદ આ પંચને બંધારણીય સંસ્થાનો દરજ્જો મળશે.
બંધારણના અનુચ્છેદ ૩૩૮ પ્રમાણે અનુસૂચિત જાતિ માટે રાષ્ટÙીય પંચનું ગઠન કરવામાં આવ્યું છે. આવી જ રીતે અનુસૂચિત જનજાતિ માટે બંધારણના અનુચ્છેદ ૩૩૮છમાં જાગવાઈ કરવામાં આવી છે. આ તર્જ પર જ ઓબીસી અધર બેકવર્ડ ક્લાસની ફરિયાદો સાંભળવા માટે પંચનું ગઠન કરવામાં આવે, તેવી માંગ લાંબા સમયથી ચાલી રહી હતી. હાલમાં ઓબીસી સમુદાયની બાબતો સામાજિક ન્યાય અને સશÂક્તકરણ વિભાગના નેજા હેઠળ કરવામાં આવે છે.
તાજેતરમાં હરિયાણામાં જાટ, રાજસ્થાનમાં ગુર્જર, ગુજરાતમાં પાટીદાર તથા મહારાષ્ટÙમાં મરાઠા સમુદાયે ઓબીસીમાં સમાવવાની સાથે આંદોલનો કર્યાં હતાં. સામાજિક અને શૈક્ષણિક પછાતની વ્યાખ્યા કરવા માટે માટે અનુચ્છેદ ૩૬૬ હેઠળ (૨૬સી)ની નવી જાગવાઈ ઉમેરવામાં આવશે.
૩૪૧ અને ૩૪૨ બાદ વધુ એક જાગવાઈ માટે ૩૪૨એ ઉમેરવામાં આવશે. જે મુજબ અધર બેક્વર્ડ ક્લાસિઝની યાદીમાં કોઈ નામનો ઉમેરો કરવા કે બાદબાકી કરવા સંસદની મંજૂરી જરૂરી બનશે.
અત્યારસુધી પંચને માત્ર કાયદાકીય દરજ્જો મળેલો હતો. હવે બંધારણીય દરજ્જો મળતા જ ઓબીસીમાં કોનો સમાવેશ કરવો તથા કઈ જાતિને બાકાત કરવી તેનો પ્રસ્તાવ પંચ પણ સરકારને મોકલી શકશે. મોદી સરકારના નિર્ણયને પગલે જાતિ આધારિત નોકરીઓથી લઈને અન્ય તમામ લાભો અને રાહતો પર અસર પડશે.
ઉલ્લેખનીય છે કે, ઓબીસી કલ્યાણ સાથે જાડાયેલી સંસદીય સમિતિએ સરકાર સમક્ષ માંગ મૂકી હતી કે ઓબીસી પંચને પણ બંધારણીય દરજ્જો મળે. આ મતલબના પ્રસ્તાવ સાથે ઓબીસી પંચના અધ્યક્ષ ગણેશસિંહના નેતૃત્વમાં ૧૮ સભ્યોના પ્રતિનિધિ મંડળે સોમવારે વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઓબીસી કલ્યાણ સાથે જાડાયેલી સંસદીય સમિતિએ સરકાર સમક્ષ માંગ મૂકી હતી કે ઓબીસી પંચને પણ બંધારણીય દરજ્જો મળે. આ મતલબના પ્રસ્તાવ સાથે ઓબીસી પંચના અધ્યક્ષ ગણેશસિંહના નેતૃત્વમાં ૧૮ સભ્યોના પ્રતિનિધિ મંડળે સોમવારે વડાપ્રધાન મોદી સમક્ષ રજૂઆત કરી હતી.

Leave A Reply