Thursday, April 9

મોદીના શાસનમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે હોબાળો

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં આજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસન દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર મુદ્દે વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ભારે હંગામો મચ્યો હતો. શાસક અને વિપક્ષ આમનેસામને આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામાને પગલે એક કલાક માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી. પ્રદીપસિંહ જાડેજાએ વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી.
કોંગ્રેસના પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે એમ.બી.શાહ કમિશન અંગે પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે આ કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ કરવાની માંગણી કરી હતી. જેના જવાબમાં નિતીન પટેલે લાંબુ ભાષણ આપવાનું શરૂ કરતાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અકળાઈ ઉઠ્યાં હતા અને ઉભા થઈ જણાવ્યું હતું કે, લાંબી વાતો કર્યા વિના સીધો જ જવાબ આપો કે રિપોર્ટ ગૃહમાં રજૂ કરવા માંગો છો કે કેમ ? તમે શાહુકાર હોય તો રિપોર્ટ મુકો.
શંકરસિંહના આકરા શબ્દો બાદ ભાજપ-કોંગ્રેસના સભ્યો ઉભા થઈને સામસામે આવી ગયા હતા. કોંગ્રેસે ભ્રષ્ટાચારી જનતા પાર્ટી-બીજેપી ના નારા લગાવતાં ગૃહની કાર્યવાહી ખોરંભે પડી હતી જેને પગલે અધ્યક્ષે કાર્યવાહી એક કલાક માટે મોકુફ રાખી હતી.
ગૃહમાં હોબાળા મુદ્દે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આજે વિધાનસભામાં પહેલો પ્રશ્ન મહેશભાઈનો હતો. પ્રશ્ન ન આવે તે માટે સભ્યો પર સરકારનું દબાણ હતું. શાહના રિપોર્ટમાં તે સમયના સીએમ અને આજના મોદીનુ નામ સામેલ છે. કોંગ્રેસે ૧૭ મુદ્દાની પુરાવા સાથેની રજૂઆત કરી હતી. કમિશન બનાવીને ૩ મુદ્દા કાઢી નાખ્યા છે. ૩૧ માર્ચ ૨૦૧૨ સુધીમાં રિપોર્ટ આપવા કહેવામાં આવ્યું હતું. જેમાં કરોડોની જમીન ઉદ્યોગપતિઓને આપી દેવાઈ છે. જીએસપીસીમાં ૧૮ હજાર કરોડ ફૂંકી માર્યા છે. પોતાની જાહેરાત અને વાહ વાહ કરવામાં આ રૂપિયા ફૂંકી માર્યા છે. ૨૦૧૩માં રિપોર્ટ આવી ગયો હતો તો ૪ વર્ષથી કેમ રજૂ નથી કર્યો? અધ્યક્ષે સરકારનો બચાવ કર્યો છે. ૭ મુદ્દાઓની તપાસ માટે કમિશનની રચના કરી હતી. રિપોર્ટ રજૂ નહીં કરાય તો ગૃહની કાર્યવાહી નહીં ચાલવા દઈએ.
ફરી પાછુ કલાક બાદ આ ગૃહ મળ્યું હતું. જેમાં શÂક્તસિંહ ગોહિલ બોલવા ઊભા થયા અને કÌšં કે, અમે તમારા દ્વારા રચવામાં આવેલું કમિશન, તમારા દ્વારા જ નિયુક્ત કરાયેલા જજ, અને તેમનો જ રિપોર્ટ જ્યારે સબમીટ કરાય છે વર્ષ ૨૦૧૩માં તે હજુ ચાર વર્ષ સુધી પણ ગૃહમાં રજુ કરી શક્્યા નથી.
બીજી તરફ શÂક્તસિંહ જ્યારે પણ કમિશનની વાત કરતાં ત્યારે ભાજપના નેતાઓ દ્વારા ઉહાપોહ મચાવાતો પરંતુ તેમ છતાં અધ્યક્ષે શÂક્તસિંહને પોતાની વાત મુકવાનો પુરતો સમય આપ્યો હતો. જાકે આ બાબતની ચર્ચા પુરી થાય તે પહેલા જ અધ્યક્ષે નેક્સટ કહી દેતાં બાબતની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાયું અને આગળની કાર્યવાહી શરૂ કરવાનો ઓર્ડર કરી દેવાયો. જેથી બાબત ન ચર્ચાતા કોંગ્રેસના સભ્યો ફરી ઉશકેરાયા અને તેમણે નારા લગાવવાના શરૂ કરી દીધા હતા.
આ તરફ શંકરસિંહ વાઘેલાએ પણ કÌšં કે, જા ખરેખર તમે તપાસમાં પાર્દર્શિતાની વાત કરતાં હોવ. તો આ રિપોર્ટ ગૃહ સામે મુકવામાં વાંધો શું છે. તમે સાંજ સુધીમાં આ રિપોર્ટ ગૃહમાં મુકો. તેવી માગણી પણ તેમણે કરી હતી.
દરમ્યાનમાં પ્રદિપસિંહ જાડેજાએ હોબાળો મચાવતા સભ્યોને સસ્પેન્ડ કરવાનો અધ્યક્ષ સમક્ષ પ્રસ્તાવ મુક્્યો હતો. જ્યાં ભૂપેન્દ્રસિંહે પણ તેમને ટેકો આપતાં અધ્યક્ષે સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.
ઉલ્લેખનિય છે કે, ભૂતકાલમાં  ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકરામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો સાથે રાજ્યપાલ અને રાષ્ટÙપતિને આવેદનપત્ર અપાયા હતા. જે મુદ્દે તપાસ કરવા જસ્ટીસ એમ. બી. શાહ કમિશન રચાયું હતું. જેનો વચગાળાનો રિપોર્ટ ૨૭-૯-૨૦૧૧ના રોજ અને અંતિમ રિપોર્ટ ૬-૧૧-૨૦૧૩ના રોજ આવ્યો હતો.

Leave A Reply