Thursday, April 9

વંથલીના કેરીનો પાક લેતા ખેડૂતો પાયમાલ થયા તત્કાલ સહાય ચુકવવા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની માંગણી

માણાવદર-વંથલીનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાની યાદી જણાવે છે કે વંથલી પંથકમાં આ વર્ષે દરેક ખેડુતના ખેતરમાં ભરપુર પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થાય તેવા વિપુલ પ્રમાણમાં આંબામાં મોર થયા હતા પરંતુ ગમે તે કારણસર કોઈ રોગ આવી જતાં વંથલી પંથકના તમામ આંબા ઉપરનું કેરીનું ફળ આપતા મોર ખરી ગયા છે પરીણામે આ પંથકમાં કેરીનું ઉત્પાદન જ નહી થાય અને કેરી પકાવતા ખેડુત આર્થીક રીતે પાયમાલ થઈ ગયા છે ત્યારે ખેડુતને આર્થીક વળતર સરકાર દ્વારા તાત્કાલીક આપવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ કરી છે.

Leave A Reply