મોદીએ ગુજરાતનાં સાંસદો સાથે ટી-પાર્ટી યોજી વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાનાં સંકેતો

નવી દિલ્હી તા. ૨૪ ઉત્તરપ્રદેશની ચૂંટણી મળેલી અભૂતપૂર્વ સફળતાનો ગુજરાતમાં પણ પુનરાવર્તન થઈ શકે છે તેવી ગણતરી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. યુપી બાદ હવે ગુજરાત વડાપ્રધાનના લક્ષ્ય ઉપર છે. આજે સવારે ૮.૩૦ વાગ્યે વડાપ્રધાન મોદીએ તેમના સત્તાવા નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ ઉપર ગુજરાતના ભાજપનાં સાંસદોની સાથે નાસ્તો કર્યો હતો. આ દરમ્યાન આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે વડાપ્રધાન સાંસદોને સફળતાનો મંત્ર આપ્યો હતો.
ગુજરાતમાં ચાલુ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. યુપી ચૂંટણી બાદ તરત જ આ મહિને ૭ અને ૮ માર્ચના રોજ વડાપ્રધાન બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જેને ગુજરાતના ચૂંટણી વર્ષમાં ભાજપ તરફથી ચૂંટણી રણશિંગું ફુંકવાનાં અર્થમાં જાવાય રહયું છે. વિધાનસભા વર્તુળો હાલમાં ચર્ચાઇ રહેલા મુખ્ય મુદ્દાઓમાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવશે તેવી ચર્ચા જાર પકડી રહી છે. વિધાનસભા વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે, ૩૧ માર્ચના રોજ વિધાનસભાનું સત્ર સમાપ્ત થઇ રહ્યું છે. સત્ર પૂર્ણ થયાના એક સપ્તાહની અંદર ચાલુ વિધાનસભાનો ભંગ કરી રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. તાજેતરમાં જ સરકારે શિક્ષણ વિભાગને ચૂંટણી માટે સ્ટાફ ફાળવવા માટે લખેલો અરજી પત્ર સામે આવ્યો હતો. આ અગાઉ ઉપર જિલ્લા વહીવટી વિભાગ તરફથી સાધનો અને સ્ટાફ અંગેની માહિતી માગતો પત્ર પણ સામે આવ્યો હતો. સમગ્ર ઘટનાઓ ઉપર નજર કરવામાં આવે તો જૂન મહિનામાં રાજ્યમાં ચૂંટણી યોજાઇ શકે છે.

Leave A Reply