Saurashtra Bhoomi News

બહાઉદીન કોલેજમાં ૬ દેશના સંશોધન સહિત ૪૦૦ સંશોધન પેપર રજુ થયા

જૂનાગઢની ઐતિહાસીક બહાઉદીન કોલેજ ખાતે આઈકયુએસી અને બહાઉદીન કોલેજના સંયુકત ઉપક્રમમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય સેમીનારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૧ દેશોના સંશોધકોએ ભાગ લીધો હતો. છ દેશના સંશોધન સહિત ૪૦૦ સંશોધન પેપર રજુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.