Thursday, April 2

મે-જૂનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૩૧ માર્ચે ગુજરાત વિધાનસભાનું વિસર્જન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે આ અંગે ઘટસ્ફોટ કરતા જણાવ્યું છે કે, આગામી તા. ૩૧ માર્ચ શુક્રવારે વર્તમાન ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરી નાખવામાં આવશે અને મે-જૂનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી શકે છે તેવું જણાવતા ગુજરાતમાં રાજકીય ગરમીનો પારો અચાનક ઉપર ચડી ગયો છે અને રાજકીય ચહલ-પહલ ગાંધીનગરથી દિલ્હી સુધી થઈ રહી હોવાનું જાણવા મળી રહયું છે.
યુપીની સફળતાને પગલે ભાજપ શાસિત ગુજરાત સરકાર તેમજ કેન્દ્રમાં રહેલી મોદી સરકાર દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી હોવાનું પણ આધારભૂત સુત્રોને ટાંકતા અહેવાલોમાં જણાવાયું છે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે આવી રહયા છે અને ભાજપ દ્વારા આ વખતે ગુજરાતમાં ૧પ૦ વિધાનસભા બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાની જાહેરાત થઈ ચુકી છે જેની સામે કોંગ્રેસ કેવી રણનીતિ અપનાવશે તેના ઉપર સંબંધિત તમામની મીટ મંડાયેલી છે.ગુજરાતમાં નિર્ધારીત સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાવાની અટકળોને ફરી એક વખત વેગ મળ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ છે કે ગુજરાતની ભાજપ સરકાર વિધાનસભાનુ વિસર્જન કરી સમય પહેલા ચૂંટણીઓ યોજી શકે છે. ભરત સોલંકીએ જણાવ્યુ છે કે ભાજપ તા. ૩૧ માર્ચે વિધાનસભાનુ વિસર્જન કરી શકે છે અને મે કે જુન માસમાં રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે.
ભરત સોલંકીએ જણાવ્યુ છે કે, એ બાબતની પ્રબળ સંભાવના છે કે રાજયમાં મે કે જુનમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે. કોંગ્રેસે તેના માટે કમ્મર કસી છે. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સોમવારથી શરૂ કરી દેવામાં આવશે. રાજયની જનતા ભાજપ સરકારથી વહેલી તકે મુકિત મેળવવા ઇચ્છે છે. અત્રે એ નોંધનીય છે કે યુપીની ચૂંટણીમાં જોરદાર વિજય મેળવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ભાજપ ગુજરાતમાં નિર્ધારીત સમય પહેલા વિધાનસભાની ચૂંટણી યોજશે. જો કે ભાજપ સત્તાવાર રીતે આ સંભાવનાને ફગાવી રહ્યુ છે પરંતુ પક્ષના સુત્રો કહે છે કે ઇન્કાર કરી ન શકાય. ભાજપે યુપીમાં ૩રપ, ગુજરાતમાં ૧પ૦નો નારો પણ આપી દીધો છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ છે કે, કોંગ્રેસ એવા ઉમેદવારોને ટીકીટ નહી આપે જેમણે છેલ્લી બે વિધાનસભાની ચૂંટણી ર૦,૦૦૦થી વધુ મતોથી હારી હોય. તેમણે જણાવ્યુ હતુ કે, ટીકીટ વહેચણીમાં યુવાનો અને મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવામાં આવશે. તેમણે જણાવ્યુ છે કે અમે દરેક જિલ્લામાં એક મહિલા ઉમેદવાર ઉભા રાખવાની યોજના બનાવી રહ્યા છીએ.
તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ ગુજરાતમાં પાંચ મોટા વિસ્તારોમાં પાંચ મોટી રેલીઓ યોજવા વિચારે છે. તેમણે કહ્યુ કે રાજયમાં શાળા-કોલેજોની પરીક્ષાઓ અને પંચાયત ચૂંટણીને કારણે પક્ષે તા. ર એપ્રિલથી શરૂ થનારી ટ્રાયબલ યાત્રા સ્થગિત કરી દીધી છે. પક્ષ હવે પાંચ મોટા ટ્રાયબલ (આદિવાસી) વિસ્તારોમાં રેલીઓ યોજશે. આ માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ બોલાવવામાં આવશે. બીજી તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીનુ કહેવુ છે કે કોંગ્રેસ હતાશામાં છે. વિધાનસભા ચૂંટણી કરાવવાની એક પ્રક્રિયા હોય છે

Leave A Reply