Thursday, April 9

ધર્મશાળા ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાની ધમાકેદાર જીત બોર્ડર – ગાવસ્કર શ્રેણી ભારતે ર-૧થી કબ્જે કરી

ધર્મશાળા ખાતે રમાયેલ ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ૮ વિકેટે હરાવીને ભારતે બોર્ડર-ગાવસ્કર શ્રેણી ઉપર ૨-૧થી કબજા કરી લીધો છે. ભારતનો આ સતત સાતમો શ્રેણી વિજય છે. ભારતને મેચ જીતવા માટે બીજી ઈનિંગ માટે ૧૦૬ રનની જરૂર હતી. જે ભારતે ચોથા દિવસે ૨ વિકેટ ગુમાવીને હાસલ કરી લીધો હતો. ત્રીજા દિવસની રમતના અંતે ભારતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના ૧૯ રન બનાવ્યા હતા. ચોથા દિવસની રમત શરૂ થતા જ ભારતે મુરલી વિજયના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. મુરલી વિજય ૮ રન બનાવીને આઉટ થયો હતો. વિજય બાદ ચેતેશ્વર પુજારા ખાતુ ખોલ્યા વિના રનઆઉટ થતા ભારતને બીજા ઝટકો લાગ્યો હતો. જાકે અહીંથી એલ રાહુલ અને રહાણેએ અણનમ ૬૦ રનની ભાગીદારી નોંધાવીને ટીમને જીત અપાવી હતી. રાહુલ ૫૧ રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કેપ્ટન રહાણે ૩૮ રન બનાવી અણનમ રહ્યો હતો. આ પહેલા ભારતે પ્રથમ ઈનિંગમાં ૩૨ રનની સરસાઈ મેળવી હતી. ત્યારબાદ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમને ૧૩૭ રનમાં જ તંબુ ભેગી કરી દીધી હતી.  જેના કારણે ભારતને જીતવા માટે ૧૦૬ રનનુ સરળ લક્ષ્યાંક મળ્યુ હતું.  આ લક્ષ્યાંકને ભારતે માત્ર બે વિકેટ ગુમાવી મેળવી લીધુ હતું. ભારત તરફથી રાહુલ અને રહાણેએ આક્રમક ઈનિંગ રમી હતી.  આ જીત સાથે જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતે ૨-૧થી પોતાને નામ કરી લીધી છે.  ભારતની આ શ્રેણી જીતનો સિલસિલો વર્ષ ૨૦૧૫માં શ્રીલંકા સામે મળેલ ૨-૧ની જીતથી થયો હતો. ત્યારબાદ ભારતે દ.આફ્રિકાને ૩-૦, વેસ્ટઈÂન્ડઝને ૨-૦, ન્યુઝિલેન્ડને ૩-૦, ઈંગ્લેન્ડને ૪-૦ અને બાંગ્લાદેશને ૧-૦થી હરાવ્યુ હતું.

Leave A Reply