Thursday, April 9

ટ્રમ્પે નરેન્દ્ર મોદીને જીત માટે અભિનંદન પાઠવ્યા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને વિધાનસભાની ચુંટણીઓમાં મળેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વ્હાઈટહાઉસ તરફથી આ વિગત જાહેર કરવામાં આવી છે. વ્હાઈટહાઉસના પ્રેસ સેક્રેટરી શોન સ્પાઈસરે જણાવ્યુ હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે ફોન ઉપર ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચુંટણીમાં મળેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટ્રમ્પે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને પણ ફોન કર્યો હતો અને સ્થાનિક ચુંટણીઓમાં તેમની પાર્ટીને મળેલ જીત બદલ અભિનંદન આપ્યા હતા. ગત મહિને ૪ ફેબ્રુઆરીથી લઈને ૯ માર્ચ દરમિયાન ભારતમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી.
જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપે ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવી છે. જાકે પંજાબમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો.

Leave A Reply