Tuesday, December 10

૭૦૦ કરોડની ફિલ્મમાં અમિતાભ બચ્ચન કરશે ભીષ્મ પિતાની ભૂમિકા

www.hdfinewallpapers.com

બોલિવૂડમાં અત્યાર સુધીની સૌથી મોટી મેગા બજેટ ફિલ્મ મહાભારત પર બનશે. આ ફિલ્મની ખાસ વાત એ હશે કે આ ફિલ્મમાં ભીષ્મ પિતાની ભૂમિકા સુપરસ્ટાર અમિતાભ બચ્ચન નજર આવશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મનું બજેટ લગભગ ૭૦૦ કરોડ રૂપિયાનું હશે. અત્યાર સુધી બોલિવૂડમાં કોઇ ફિલ્મનું બજેટ આટલુ નથી રÌšં.
પ્રખ્યાત એડ ફિલ્મમેકર એનએ શ્રીકુમાર મેનન મહાભારત પર ફિલ્મ ‘ઇટ્ઠહઙ્ઘટ્ઠર્દ્બર્ડરટ્ઠદ્બ’ બનાવી રહ્યા છે, જેના માટે તેમને બિગ બી સાથે ભીષ્મ પિતાનાં રોલની વાત કરી છે. અત્યાર સુધીમાં બીઆર ચોપડાનાં ટીવી સીરિયલ મહાભારતમાં ભીષ્મ પિતાનો સૌથી દમદાર રોલ અભિનેતા મુકેશ ખન્નાનાં નામે હતો. લોકોનાં મનમાં આજે પણ ભીષ્મનાં રુપમાં મુકેશ ખન્નાનો દમદાર અવાજ ગુંજે છે.
આ ફિલ્મ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખક એમટી વાસુદેવન નાયરનાં નોવેલ પર આધારિત છે. ફિલ્મનું શૂટિંગ શરુ થવાની પણ ખબર આવી રહી છે, કહેવામાં આવી રÌš છે કે, ૨૦૧૮ સુધીમાં ફિલ્મનું શૂટિંગ પુરૂ કરી લેવામાં આવશે. આ ફિલ્મ હિન્દી, મલયાલમ, તમિળ, તેલુગુ અને અંગ્રેજી ભાષામાં શૂટ કરવામાં આવશે. જા કે બાદમાં બધી ભારતીય ભાષાઓ અને કેટલીક વિદેશી ભાષાઓમાં પણ ફિલ્મને ડબ કરવામાં આવશે. મેનનનું માનિએ તો વર્ષ ૨૦૨૦ સુધીમાં ફિલ્મ રિલીજ થઇ શકે છે. નોંધનિય છે કે, આ પહેલા પણ બિગ બી વર્ષ ૨૦૧૨માં આવેલ એનિમેટેડ મહાભારતમાં ભીષ્મનાં પાત્ર માટે પોતાનો અવાજ આપી ચૂક્્યા છે.

Leave A Reply