Saturday, December 14

પરિણિતીએ ગાયેલા ગીત પર બહેન પ્રિયંકા ફિદા,પોસ્ટ લખી

 પરિણીતી ચોપરાએ તેની આગામી ફિલ્મ મેરી પ્યારી બિંદુનું માના કે હમ યાર ગીત ગાઇને સિગિંગમાં ડેબ્યૂ કર્યુ છે ત્યારે બહેન પ્રિયંકાએ તેના ઘણા વખાણ કર્યા હતા અને  પરિણીતીને પ્રોત્સાહિત કરી હતી. પરિણીતીએ મેરી પ્યારી બિંદુનું ગીત અપલોડ કરીને  પોસ્ટ લખી હતી કે  મેં પ્રથમવાર ગાવાનો  પ્રયત્ન કર્યો છે તમને શું લાગે છે. પરિણીતીની ટ્‌વીટ વાંચીને પ્રિયંકાએ તેને ટવીટ દ્વારા જવાબ આપ્યો હતો કે  મને તારા પર ગર્વ છે બેબી. તારા પપ્પાને તારા પર આજે ખૂબ જ ગર્વ હશે. તેમ જ મારા પપ્પા પણ હયાત હોત તો તેમને તારા પર ગર્વ થાત.  પ્રિયંકાની ટ્‌વીટનો જવાબ આપતાં પરિણીતીએ ટ્‌વીટ કર્યું હતું કે મિમી દીદી તમારો આભાર.

Leave A Reply