Monday, December 16

સલમાનની ફિલ્મ ટયુબલાઇટના મ્યુઝિક રાઇટ્‌સ ૨૦ કરોડમાં વેચાયા

 ટોચના ફિલ્મ સર્જક કબીર ખાનની સુપર સ્ટાર સલમાન ખાનને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ટયુબલાઇટના મમ્યુઝિક રાઇટ્‌સ વીસ કરોડમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું હતું.
ટયુબલાઇટ એક પોલિટિકલ Ìšમર ફિલ્મ છે જે ૧૯૬૨ના ભારત ચીન યુદ્ધની કથા પર આધારિત છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે ચીની અભિનેત્રી ત્ઝુ ત્ઝુ ચમકી રહી છે.કબીર ખાન સાથે સલમાનની આ ત્રીજી ફિલ્મ છે. અગાઉ એ બંને એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાન ફિલ્મ કરી ચૂક્્યા છે.
સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ ફિલ્મમાં રોકડાં ત્રણ ગીતો છે અને એ પણ બેકગ્રાઉન્ડ સ્કોર રૃપે રજૂ થયાં છે જે વાર્તાને આગળ વધવામાં નિમિત્ત બને છે. છતાં એનું સંગીત રેકોર્ડ રૃપ વીસ કરોડમાં વેચાયું હતું. ફિલ્મ પૂરી થઇ ચૂકી છે અને હાલ એડિટિંગ ટેબલ પર છે. નજીકના ભવિષ્યમાં ફિલ્મનું ટ્રેલર રિલિઝ કરવાની કબીર ખાનની યોજના છે.

Leave A Reply