Saturday, December 14

શ્રી કનકેશ્વરી માતાજીનાં મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણી

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાના પ્રેમપરામાં કનકાઇ ગીર ખાતે શ્રી માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ સંચાલીત શ્રી રાજ રાજેશ્વરી કનકેશ્વરી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આદ્યશકિત પરાબીંકા રાજ રાજેશ્વરી બાલાત્રિપુરાશ્રી માતાજી કનકેશ્વરીજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી મહોત્સવ રામનવમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અહી માઇભકતોને દરરોજ પૂજા અને મહાઆરતીનો લાભ પણ લે છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવમાં તા.ર૯ને બુધવારે સવારે શુભ મર્હુતે કુંભ સ્થાપન કૌશીકકુમાર પ્રમોદભાઇ ગાંધી શ્રીમતી વૈશાલીબેન કૌશીકકુમાર ગાંધી (શ્રી કનકેશ્વરી એગ્રો. પ્રા.લી.) વતી માનસી ગાંધી જયમન ગાંધી પરીવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તા.૩ એપ્રિલને સોમવારે સાંજના સમયે માની સ્તુતી વંદના કરવામાં આવશે. માઇ ભકતો માટે દરરોજ બપોરે ૧૧.૩૦ વાગ્યે અને સાંજે ૬.૩૦ વાગ્યે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.  હોમાત્મક નવચંડી યજ્ઞ તા. ૪ એપ્રિલને મંગળવારે સવારે ૮ વાગ્યાથી હવન અષ્ટમીના દિવસે યોજાશે. જેમાં શ્રીફળ હોમ સાંજે ૪.૩૦ વાગ્યે હવન અષ્ટમી તેમજ તા.પ એપ્રિલને બુધવારે રામ નવમીના રામ જન્મોત્સવનું આયોજન પૂ.સીતારામબાપુ (શિવકુંજ આશ્રમ-જાળીયા) પૂ.વરૂણાનંદ સરસ્વતી, પૂ.રામેશ્વરાનંદ સરસ્વતી મૈયાની ઉપસ્થિતિમાં સવારે ૯-૩૦ વાગ્યે ઉજવવામાં આવશે

Leave A Reply