ટ્રમ્પ સરકારે ભારત ઉપર માનવઅધિકાર ભંગનો ગંભીર આક્ષેપ મુકયો

અમેરિકી સરકારના એક રિપોર્ટમાં ભારત ઉપર અનેક મામલામાં માનવ અધિકાર ભંગનો આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં સામાજીક કાર્યકર્તા તિસ્તા શિતલવાડ પર એફઆઇઆર નોંધવા અને મધ્યપ્રદેશમાં ૮ શંકાસ્પદ સીમીના ત્રાસવાદીઓના એન્કાઉન્ટરનો ઉલ્લેખ છે. રિપોર્ટમાં આ મુદે ભારતની ટીકા કરવામાં આવી છે. હ્યુમન રાઇટસ પ્રેકટીસીસ ઇન ઇન્ડિયા ર૦૧૬ના શિર્ષક હેઠળના રિપોર્ટમાં એનજીઓને વિદેશથી મળતા ભંડોળ ઉપર પ્રતિબંધ, મહિલાઓને ટોર્ચર કરવી અને દહેજ સાથે જોડાયેલા મોતને દેશની માનવ અધિકારની સમસ્યા તરીકે ગણવામાં આવી છે. આ રિપોર્ટમાં રપ એનજીઓને વિદેશથી મળતી નાણાકીય સહાયને રિન્યુ કરવાના સરકારના ઇન્કારનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટ અનુસાર અનેક વોલન્ટરી સંગઠનોએ કહ્યુ છે કે, આવી કાર્યવાહીથી ભારતમાં કામ કરવાની તેમની કાબેલીયતને લઇને ખતરો પેદા થઇ ગયો છે.  રિપોર્ટમાં ફંડ આપનારના પૈસાના ખોટા ઉપયોગના મામલામાં તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદ અને અન્ય કેટલાક લોકો વિરૂધ્ધ એફઆઇઆર નોંધવામાં આવી તેનો પણ ઉલ્લેખ છે. જેમાં જણાવાયુ છે કે આ માનવાધિકારના ભંગની ઇન્ટરનેશનલ અને એનજીઓ તરફથી કરવામાં આવેલી તપાસને લઇને સરકારના વલણને મામલે જણાવવામાં આવેલ છે.  રિપોર્ટમાં ભોપાલ સેન્ટ્રલ જેલમાંથી ભાગેલા સીમીના આઠ સભ્યોના એન્કાઉન્ટરનો પણ ઉલ્લેખ છે. રિપોર્ટમાં આ ઘટનાને આરબીટરી ડેપ્રોવેશન ઓફ લાઇફ એન્ડ અધર અનલોફુલ એન્ડ પોલીટીકલી મોટીવેટેડ કિલીંગ્સ ટાઇટલવાળા વિભાગમાં રાખવામાં આવેલ છે ઉપરાંત રિપોર્ટમાં મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડ ઉપર પણ સવાલ ઉઠાવાયા છે તેને કરપ્શન અને સરકારમાં પારદર્શિતાના અભાવ તરીકે ગણવામાં આવેલ છે. રિપોર્ટમાં જણાવાયુ છે કે મામલામાં ૪૮ લોકોના મોત થયા છે જેની સીબીઆઇ તપાસ કરે છે. તેમાં એક પત્રકારના મોતનો પણ કેસ છે જેણે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

Leave A Reply