એસબીઆઈએ હવે લોકર -ચેકબુક ચાર્જ પણ વધાર્યા

સ્ટેટ બેંક ઓફ ઈÂન્ડયા (એસબીઆઈ)એ વ્યાજદરોમાં નજીવો ઘટાડો કર્યા બાદ પોતાના ખાતાધારકોને વધુ એક ઝટકો આપ્યો છે. બેંકે લઘુત્તમ બેલેન્સ ઉપર દંડ વસુલવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત લોકર અને ચેકબુકની ફીમાં પણ વધારો કરી દીધો છે જેના કારણે આગામી સમયમાં અન્ય બેંકો પણ આ સેવાઓના દર વધારે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.  સ્ટેટ બેંકના નવા દર મુજબ વર્ષમાં લોકરનો ઉપયોગ ૧૨ વખત કરી શકાશે  ત્યારબાદ લોકરના ઉપયોગ માટે પ્રતિ વપરાશ ૧૦૦ રૂપિયા અને સર્વિસ ટેક્સ પણ ચુકવવો પડશે.  જ્યારે ચેકબુક મામલે ચાલુ ખાતાધારકોને એક નાણાંકીય વર્ષમાં  નિર્ધારીત ફીમાં માત્ર ૫૦ ચેક મળવા પાત્ર રહેશે. ત્યારબાદ પ્રતિ ચેક ૩ રૂપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. આ માટે ૨૫ પાનાની ચેકબુક માટે ૭૫ રૂપિયા ચાર્જ પ્લસ સર્વિસ ટેક્સ ચુકવવાનો થશે. મહત્વનું છે કે એસબીઆઈએ એકાઉન્ટમાં લઘુત્તમ કમ બેલેન્સ ઉપર પણ દંડ વસુલવાની શરૂઆત કરી દીધી છે. જેની જાહેરાત બેંકે ગત મહિને જ કરી દીધી હતી  આ નિયમ મુજબ, દેશના મહાનગરમાં  બેંક
આભાર – નિહારીકા રવિયા  એકાઉન્ટ ધરાવતા લોકોને મિનીમમ પાંચ હજાર રૂપિયાનું બેલેન્સ રાખવુ પડશે. જ્યારે શહેરી વિસ્તારમાં ૩ હજાર કસબાઓમાં ૨ હજાર અને ગ્રામીણ વિસ્તારમાં ૧ હજાર રૂપિયા મિનીમમ બેલેન્સ રાખવુ પડશે તેથી ઓછુ બેલેન્સ રાખનારાઓને  દંડ ફટકારવામાં આવશે. આ દંડ ગ્રામીણ વિસ્તારોમાં ૨૦ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૧૦૦ રૂપિયાના દરે લાગશે જાકે, પ્રધાનમંત્રી જનધન યોજના અને નિશ્ચિત બચત યોજનાના ખાતાધારકોને આ નિયમ લાગુ પડશે નહીં.

Leave A Reply