૨૦૦ના દરની નવી નોટ જાહેર કરી શકે છે આરબીઆઈ

ગત વર્ષે નવેમ્બર મહિનામાં રૂ.૫૦૦ અને ૨૦૦૦ના દરની નવી નોટો જાહેર કર્યા બાદ રીઝર્વ બેંક ઓફ ઈન્ડયા હવે રૂ.૨૦૦ના દરની નવી નોટો જાહેર કરવાની તૈયારી કરી રહ્યુ છે સુત્રોના જણાવ્યા મુજબ, આરબીઆઈ ચાલુ વર્ષે જુન મહિના સુધીમાં આ નોટો જાહેર કરી શકે છે
માનવામાં આવી રહ્યુ છે કે ગત મહિને યોજાયેલ આરબીઆઈની બેઠકમાં  ૨૦૦ રૂપિયાના દરની નવી ચલણી નોટો જાહેર કરવાનો નિર્ણય કરાયો હતો. સુત્રોનો દાવો છે કે,  આરબીઆઈએ પોતાના આ નિર્ણય અંગે કેન્દ્ર સરકારની મંજુરી માંગી છે. જા કેન્દ્ર સરકારની મંજુરી મળી જશે તો ૨૦૦ રૂપિયાની નોટ છાપવાની કામગીરી જુન મહિનાથી જ શરૂ કરી દેવામાં આવશે રીઝર્વ બેંકે ગત મહિને જ દેશના ૫ાંચ શહેરોમાં ૧૦ રૂપિયાના દરની પ્લાÂસ્ટકની નોટનો ટ્રાયલ શરૂ કર્યો છે અને ટ્રાયલ સફળ થશે તો દેશના અન્ય શહેરોમાં પણ પ્લાસ્ટીક કરન્સી શરૂ કરવાની આરબીઆઈની યોજના છે. ત્યારે હવે જા ૨૦૦ રૂપિયાની નોટ પણ જાહેર થશે તો રૂ.૨૦૦૦ બાદ એક જ વર્ષમાં જાહેર થનાર આ બીજી નવી કરન્સી હશે તેના તમામ સિક્યોરીટી ફીચર્સ રૂ.૨૦૦૦ની નોટ સમકક્ષ જ રાખવામાં આવશે. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ એવી પણ અટકળો સામે આવી હતી કે, આરબીઆઈ ફરીથી રૂ.૧૦૦૦ના દરની નોટો છાપવાની શરૂઆત કરવાની છે. જાકે રીઝર્વ બેંકે આ અહેવાલોને ફગાવી દીધા હતા  જાકે, રૂપિયા ૧૦ અને ૫૦ના દરની નવી નોટો છાપવાની શરૂઆત આરબીઆઈ દ્વારા કરી દેવામાં આવી છે

Leave A Reply