આવતીકાલથી આઈપીએલની ૧૦મી સીઝનનો રંગારંગ પ્રારંભ

ઈન્ડયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૦મી સીઝનનો રંગારંગ પ્રારંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે. આવતીકાલે આઈપીએલનો રંગારંગ પ્રારંભ હૈદરાબાદ ખાતે  થશે  આ ઉદ્‌ઘાટન સમારોહમાં બોલીવુડના અનેક ખ્યાતનામ કલાકારો ધમાકેદાર પર્ફોમન્સ રજુ કરશે  પ્રારંભિક મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હૈદરાબાદ અને રનર્સઅપ બેંગ્લુરૂ વચ્ચે ટક્કર થશે. જાકે આ મેચમાં બેંગ્લુરૂના કેપ્ટન વિરાટ કોહલી રમવાનો નહી હોવાથી તેના ચાહકોમાં નિરાશા જાવા મળી રહી છે. આઈપીએલની અત્યાર સુધી કુલ ૯ સીઝન રમાઈ ચુકી છે, જેમાં ૬ ટીમ ચેÂમ્પયન બની છે  આઈપીએલની પ્રથમ સીઝન ૨૦૦૮માં રમાઈ હતી, જેમાં શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ચેÂમ્પયન બની હતી.  બીજી સીઝનમાં એડમ ગિલક્રિષ્ટના નેતૃત્વમાં ડેકન ચાર્જર હૈદરાબાદની ટીમે ટાઈટલ જીતીને ખળભળાટ મચાવ્યો હતો.  ત્યારબાદ ત્રીજી અને ચોથી સીઝનમાં ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમે ઉપરા ઉપરી બે ટાઈટલ જીતીને આઈપીએલ ઉપર પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો  આઈપીએલની પાંચમી સીઝનમાં ગૌતમ ગંભીરની આગેવાનીમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તો છઠ્ઠી સીઝનમાં રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈÂન્ડયન્સની ટીમ ચેÂમ્પયન બની હતી. સાતમી સીઝનમાં ફરી એકવાર  કોલકત્તાની ટીમ  ચેÂમ્પયન બની હતી. તો ૨૦૧૫માં મુંબઈ ઈÂન્ડયન્સની ટીમે પોતાનો દબદબો સ્થાપિત કર્યો હતો  જ્યારે ૨૦૧૬માં રમાયેલ  આઈપીએલમાં સનરાઈઝ હૈદરાબાદની ટીમ ચેÂમ્પયન બની હતી  અત્યાર સુધી ધોની, ગંભીર અને રોહિત શર્મા ૩ એવા કેપ્ટન છે જે બે-બે વખત આ ટાઈટલ જીતવામાં સફળ રહ્યા છે  જ્યારે  શેન વોર્ન, એડમ ગિલક્રિષ્ટ અને વોર્નર ૧-૧ વખત આ ટાઈટલ જીતી ચુક્યા છે

Leave A Reply