રાજ્યમાં અસંગઠિત કર્મીઓને મળશે ૧૦ રૂપિયામાં ભોજન

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમિલનાડુની અન્ના કેન્ટીનની તર્જ પર અન્નપુર્ણા કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં અન્નપુર્ણા ભોજન યોજના રજુ કરી છે. વડોદરા ખાતે ભગવાન મહાવીર સ્વામીના ૨૬૧૫માં જન કલ્યાણક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં પણ અન્નપુર્ણા યોજના લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યના અસગંઠિત ક્ષેત્રના કામદારોને ૧૦ રૂપિયે ભોજન પુરૂ પાડવામાં આવશે. આ ભોજનનો કુલ ખર્ચ ૩૦ રૂપિયા આવે છે, જેમાંથી ૨૦ રૂપિયા સરકાર ચુકવશે જ્યારે ૧૦ રૂપિયા કામદારે ચુકવવાના રહેશે.

Leave A Reply