Saturday, December 7

વ્યાજમુક્ત બેન્કીંગ માટે હાલ કોઈ યોજના નથી ; આરબીઆઈ

રીઝર્વ બેંક ઓફ ઈÂન્ડયા (આરબીઆઈ)એ સ્પષ્ટ કર્યુ છે કે, દેશમાં ઈસ્લામિક બેંકિંગ એટલે કે, વ્યાજમુક્ત બેંકિગ સેવા શરૂ કરવા માટે હજી કોઈ સમયસીમા નક્કી કરવામાં આવી નથી. ઈસ્લામિક બેંકિંગ એક એવી વ્યવસ્થા છે જે વ્યાજ નહીં લેવાના સિદ્ધાંત ઉપર આધારીત છે. ઈસ્લામ ધર્મમાં વ્યાજને હરામ ગણવામાં આવ્યુ છે. રીઝર્વ બેંકે આ પહેલા પરંપરાગત બેંકોમાં ઈસ્લામિક બેંકિંગ વ્યવસ્થા શરૂ કરવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. આરટીઆઈ અરજીના એક જવાબમાં રીઝર્વ બેંકે જણાવ્યુ છે કે, તેમણે હજી સુધી બેંકોમાં ઈસ્લામિક કાઉન્ટર શરૂ કરવા અંગે કોઈ પગલુ લીધુ નથી.

Leave A Reply